Abtak Media Google News
  • ઇ-ગુજકોપની મદદથી મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ કિ.રૂ. ૪.૮૦ લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો

થોરાળા પોલીસ સ્ટેશનની ટીમે ઇ-ગુજકોપની મદદથી રાજકોટ શહેર તથા આજુબાજુના વિસ્તારમા આવેલા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં રાત્રીના સમયે પરપ્રાંતીય મજુરોના મોબાઇલની ચીલઝડપ કરી ભાગી જતા આરોપીઓને કુલ ૫૯ મોબાઇલ ફોન તથા મોટરસાયકલ મળી કુલ કિ.રૂ. ૪,૮૦,૦૦૦ના મુદ્દામાલ સાથે પકડી કાયદેસરની કાર્યવાહી કરી હતી.

થોરાળા પોલીસ સ્ટેશન ખાતે શ્રી હરી ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં ચીલઝડપનો બનાવ બનતાં પોલીસ ઇન્સપેક્ટર બી. એમ. ઝણકાટના માર્ગદર્શન હેઠળ પો.સબ.ઇન્સ. એચ.ટી.જીંજાળા સહિતના સ્ટાફે પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપનો અનડીટેક્ટ ગુન્હો ડીટેક્ટ કરવા, ટેકનીકલ સોર્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ઇ-ગુજકોપ અને પોકેટકોપ મોબાઇલની મદદથી વણશોધાયેલ ચોરી તથા ચીલઝડપના ગુન્હાના આરોપીઓને શોધવા શંકાસ્પદ ઇસમોને ચેક કરવા પેટ્રોલીંગ આદર્યું હતું.

A Few Policemen Seized 59 Mobile Phones From Two Samdis
A few policemen seized 59 mobile phones from two Samdis

આ દરમિયાન પો.હેડ.કોન્સ. જયદિપસિંહ જાડેજા, સંજયભાઇ હેરમા તથા પો.કોન્સ. રાકેશભાઇ બાલાસરા મળેલી બાતમીના આધારે શકમંદ ઇસમો શાહનવાજ ઉર્ફે નવાજ વરીયા (ઉ.વ. ૧૯) અને અમન ઉર્ફે બાટલી જાવીદભાઇ ઓસમાણભાઇ કૈયડા (ઉ.વ. ૨૦)ને ચેક કરતા પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન મળી આવ્યા હતા. બન્ને ઇસમોને મોબાઇલ બાબતે વધુ પુછપરછ કરતા બન્ને ઇસમોએ ચોરી કબુલી લીધી હતી.

પોલીસ ટીમે બન્ને ઇસમો પાસેથી અલગ-અલગ કંપનીના પ૩ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન કબ્જે કર્યા હતા. આ રીતે મોબાઈલ અને બાઈક સહીત કુલ રૂ. ૪,૮૦,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.