Abtak Media Google News

એસ.ટી.પી. પ્લાન્ટના મુલાકાત વેળાએ પાણી પુરવઠા મંત્રી બાવળીયાનો નિર્દેશ

પાદરા સુધારણા જુથ પાણી પુરવઠા યોજના હેઠળ ‚.૧૬૦ કરોડના ખર્ચે ફિલ્ટર પ્લાન્ટ બનાવાશે તેમ પાણી પુરવઠા મંત્રી બાવળીયાએ એસ.ટી.પી.  પ્લાન્ટના ચાલતા કામની મુલાકાત વેળાએ જણાવાયું હતું.

પાણી પુરવઠા મંત્રી કુવરજીભાઈ બાવળિયાએ પાદરા અને ડભાસાની  મુલાકાત લઈ  પાણી પુરવઠા બોર્ડ દ્વારા હા ધરવામાં આવેલ કામોની પ્રગતિની સમીક્ષા કરી જરૂરી માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. મંત્રીશ્રીએ જણાવ્યું કે રાજ્ય સરકાર દ્વારા પીવાના પાણી ક્ષેત્રે સરફેસ સોર્સ આધારીત જુ પાણી પુરવઠા યોજનાઓ મારફત ગામોને આવરી લેવાના કામોને પ્રામિકતા આપી છે.

વડોદરા જિલ્લાના  પાદરા તાલુકાના તમામ ૮૨ ગામો, પાદરા શહેર તા વડોદરા તાલુકાના ૬ ગામો માટે મહી નદીમાં ઇન્ટેક વેલ મારફત ડભાસા ગામે આવેલ ડભાસા હેડવર્કસ ખાતે ફીલ્ટર પ્લાન્ટ બનાવી પીવાનું શુધ્ધ પાણી પુરૂ પાડવાનું રૂ.૧૬૦.૪૨ કરોડના ખર્ચે પાદરા સુધારણા જુ પાણી પુરવઠા યોજના અંતર્ગત  આયોજન કરવામાં  આવ્યું છે. હાલમાં આ યોજનાના ટેન્ડર અન્વયે ટેકનીકલ બીડ ઓપન કર્યા છે. ટેન્ડરની પ્રક્રિયા પૂર્ણ યેી વર્કઓર્ડર મળ્યાના ૨૪ માસમાં સમગ્ર કામગીરી પુર્ણ કરવામાં આવશે.જેનો અંદાજે ૩.૦૩ લાખ વસ્તીને લાભ મળશે.

સ્વર્ણિમ જયંતિ  ગુજરાત શહેરી વિકાસ યોજના હેઠળ ડિપોઝીટ વર્ક તરીકે પાદરા શહેરમાં ૫.૬૦ એમ.એલ.ડી સીવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું અંદાજીત રકમ રૂ. ૧૨.૪૭ કરોડનું કામ હા ધરવામાં આવ્યું છે જે ફેબ્રુઆરી ૨૦૨૧ સુધીમાં પુર્ણ  શે.જેને પરિણામે પાદરા શહેરની સ્વચ્છતામાં વધારો વા સો લોકોનું આરોગ્ય જળવાશે અને જીવનધોરણ ઉંચુ આવશે. મંત્રી એ આ બંને સ્ળોની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.

પાણી પુરવઠા બોર્ડના અધિક્ષક ઇજનેર આર.પી.લાડે બોર્ડ દ્વારા હા ધરાનાર આ કામોની પ્રગતિની વિસ્તૃત વિગતો આપી હતી. આ મુલાકાત વેળાએ ધારાસભ્ય જસપાલ સિંહ પઢિયાર, પાદરા  નગર પાલિકાના સયી સમિતિના ચેરમેન સંજય પટેલ, અધિક્ષક ઇજનેર આર.પી.લાડ, પી.વી. પટેલ, કાર્યપાલક ઇજનેર કે.બી.રાણા, નાયબ ઇજનેર પી.આર. પંચાલ, ડભાસા ના સરપંચ મનોજ પટેલ, સભ્યો  નગર સેવકો, અગ્રણીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.