Abtak Media Google News

૮થી ૧૦ લાખના ૯૫૦ મણ કપાસના જથ્થાને નૂકશાન

શહેરના છેવાડે આવેલા નવા બેડી માર્કેટીંગ યાર્ડના કપાસ વિભાગમાં આજ રોજ સવારે એકા એક કપાસના ઢગલામાં આગ લાગતા ફાયર ફાયટરોએ પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પાણીના મારાના પગલે અને આગના હિસાબે અંદાજે ૮થી ૧૦ લાખની કિંમતનો ૯.૫૦ મણ જેટલો કપાસનો જથ્થો બળીને ખાખ થઇ ગયો હોવાનું જાણવા મળ્યુ હતું.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ મોરબી રોડ પર આવેલા બેડી માર્કેટીંગ યાર્ડમાં કપાસના ઢગલામાં આગ લાગતા મોરબી રોડ પરના નડિયાપરા સહિતનો સ્ટાફ ઘટના સ્થળ પર પહોચી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો.

આગના પગલે અંદાજીત ૮થી ૧૦ લાખની કિંમતની ૯૫૦ મણ કપાસના ઢગલા પર વીજતાર પસાર થતા હોય તેમાંથી સ્યાર્ક થતા આગ લાગી હોવાનુ પ્રાથમિક જાણવા મળી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.