-
રણમાં મીઠાની જમીનના કબજા મુદ્દે ગોળીબાર
-
રાપરના કાનમેર જોધપરવાંઢના 33 વર્ષીય યુવાન દિનેશ પરમારની માથામાં ગોળી મારી હત્યા
કચ્છ ન્યુઝ : કચ્છના રણમાં બંજર જમીન પર મીઠું પકડીને તગડી કમાણી કરી લેવા ચાલતા ખેલમાં ઘણીવાર સામસામી હિંસક અથડામણો થતી હોય છે, ત્યારે ગતરોજ સાંજે બે જૂથો વચ્ચેની આવી જ એક અથડામણ થઈ હતી. જેમાં હિંસક હથિયારોથી હુમલા સાથે ગોળીબાર પણ થયો હતો. આ ડખામાંર ચાર શખ્સો ઘયાલ થયાનું ચર્ચાતું હતું. આ મામલે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી મુજબ, કાનમેર, જોધપરવાંઢ બાજુનાં રણમાં બે ગામનાં જૂથ વચ્ચે આજે સમી સાંજે સશત્ર જૂથ અથડામણ થઈ હોવાનું બહાર આવ્યું હતું, જેમાં એક તરફ ફાયરિંગ પણ કરાયું હતું. મારામારીના આ બનાવમાં દિનેશ ખીમજી કોલી (ઉ.42), મગન સુજા ગોહિલ (ઉ.55), વલીમામદ ઇબ્રાહીમ રાજા (ઉ.33), મુકેશ બેચરા કોળી (ઉ. 25)ને ઇજાઓ પહોંચી હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ઘવાયેલાઓ પૈકી એક વ્યક્તિ ગંભીર જણાતાં તેમને રાજકોટ લઈ જવાઈ હતી.
રણ વિસ્તારમાં અગાઉ પણ સશસ્ત્ર લોકોના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આ મામલે સામખિયાળી પોલીસે ફરિયાદ નોંધવા સહિતની આગળની કાર્યવાહી હાથ ધરી હતી. નોંધનીય છે કે, વાગડ પંથકમાં આવતા નેર, અમરસર, કડોલ, નાની-મોટી ચીરઇ, સૂરજબારી સુધીનું રણ ખવાઈ ગયું છે, ત્યારે કાનમેર તરફનાં રણમાં કબજો કરવા વારંવાર ડખા થતા આવ્યા છે. આવો બનાવો ગતરોજ ખૂની હુમલા સુધી પહોંચ્યો હતો.