Abtak Media Google News

મુખ્યમંત્રીના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવતા કાર્યકરો: વોર્ડના શકિતકેન્દ્રો પર એકત્ર થઈ કાર્યકરોએ કર્યો લોક સંપર્કનો પ્રારંભ

ભારતીય જનતા પાર્ટીના ૩૯મા સ્થાપના દિનની ઉજવણી પ્રદેશ ભાજપનીક યોજના અનુસાર વોર્ડ નં.૧૦માં કરવામાં આવી હતી.

ગઈકાલે વોર્ડ નં.૧૦માં તમામ શકિત કેન્દ્રો ખાતે મુખ્ય કાર્યકર્તાઓએ એકત્ર થઈ ભારત માતા કી જય અને વંદે માતરમ ના જય ઘોષ કર્યા હતા. કેન્દ્રમાં બિરાજતી નરેન્દ્રભાઈ મોદીની સરકાર અને ગુજરાત રાજયમાં વિજયભાઈ રૂપાણીની સરકારની સિધ્ધીઓ વર્ણવતી પત્રીકાનું વિતરણ કરવામાં આવ્યું હતુ વોર્ડ નં. ૧૦માં કાલાવડ રોડ પર કેન્દ્રીય વિદ્યાલય ખાતે પ્રભારી માધવભાઈ દવે, વોર્ડ પ્રમુખ રજનીભાઈ ગોલ, શહેર ઉપપ્રમુખ સંગીતાબેન છાયા, કોર્પોરેટરો બીનાબેન આચાર્ય, અશ્ર્વીનભાઈ ભોરણીયા, ઉપપ્રમુખ કિશોરભાઈ સોજીત્રા, યુવા મોરચાના મંત્રી વ્યોમ વ્યાસ, પ્રભારી ડો. મનીષ વીડજા, સંજયભાઈ વાઘર, ડો. રાજેશ સાણજા, સહિતના કાર્યકરો જોડાયા હતા. અન્ય વિસ્તારોમાં પરેશભાઈ હુંબલ, મીતાબેન વાછાણી, ભાવનાબેન મહેતા, કિરણબેન શાહ, મનસુખભાઈ ફળદુ, વલ્લભભાઈ અમલાણીએ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નિવાસ સ્થાને ભાજપનો ધ્વજ લહેરાવ્યો હતો.

વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર જયોત્સનાબેન ટીલાળા, હરેશભાઈ કાનાણી, અશ્ર્વીનભાઈ કોરાટ, ઉપપ્રમુખ નિલેશભાઈ અનડકટ, પ્રફુલભાઈ ટીલાળા, રાજેશભાઈ કોટક, સહિતના કાર્યકરોએ પરિમલ સ્કુલથી તથા નીતાબેન વઘાસીયા હેમંતભાઈ પલસાણા, પીયુષભાઈ મહેતા સહિતના કાર્યકરોએ ફોરેન્સીક લેબ સહિતથી કાર્યકરોએ આંબેડકરનગર વિસ્તારથી પ્રારંભ કરી ભારતીય જનતા પાર્ટીની વાત ઘેર ઘેર સુધી પહોચાડવા સંપર્ક યાત્રા કરી હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.