Abtak Media Google News

રાજવી માંધાતાસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા સહિતના મહાનુભાવોએ રથયાત્રાને પ્રસ્થાન કરાવ્યું: શોભાયાત્રાનું અનેક સ્થળોએ સ્વાગત સન્માન

અષાઢી બીજે ભગવાન જગન્નાથની દરેક જગ્યાએ ભવ્યાતિભવ્ય શોભાયાત્રા નીકળી છે ત્યારે રાજકોટ સહિત અનેક શહેરોમાં ધામધૂમ પૂર્વક રથયાત્રાઓ નીકળી રહી છે. અષાઢી બીજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણ મોટા ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી મામા ઘરેથી પરત ફરતા નગરમાંથીન કળતા સૌ કોઈ નગરયાત્રીઓ ભગવાનના દર્શન કરે છે. ભગવાન નીજ મંદિરમાં પરત ફરતી વેળાએ લોકો પૂજન દર્શનનો લ્હાવો લે છે. ત્યારે રાજકોટના રાજમાર્ગો પર આવી અનેક શોભાયાત્રાનો અનેક સમાજના લોકો દ્વારા કાઢવામાં આવી હતી ત્યારે કિશાનપરા ચોક ખાતે ચારણ્ય સમાજના લોકો દ્વારા નાગબાઈ માતાજીની શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં ચારણ્ય સમાજના લોકો સમસ્ત સૌરાષ્ટ્ર-કચ્છમાંથી લોકો માતાજીનો શોભાયાત્રામાં નાચતા જુમતા આવ્યા હતા અને આ રથયાત્રાનો પ્રારંભ રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજા, ગાયત્રીબા વાઘેલા, સહિત શિવસેનાના સદસ્યો હાજર રહ્યા હતા અને વાજતે ગાજતે આ રથયાત્રાનો પ્રારંભ થયો હતો.

A-Grand-Procession-By-Charan-Samaj-Of-The-Birth-Anniversary-Of-Aishri-Nagbai-Mataji
a-grand-procession-by-charan-samaj-of-the-birth-anniversary-of-aishri-nagbai-mataji
A-Grand-Procession-By-Charan-Samaj-Of-The-Birth-Anniversary-Of-Aishri-Nagbai-Mataji
a-grand-procession-by-charan-samaj-of-the-birth-anniversary-of-aishri-nagbai-mataji

સેંકડો વર્ષ પહેલા ચારણ સમાજને ગૌરવ અપાવનાર જગદંબા નાગબાઈનો આજે પ્રાગટયોત્સવ: રાજવી માંધાતાસિંહ જાડેજા

અબતક સાથેની વાતચીતમાં રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ જણાવ્યું હતુકે આજરોજ અષાઢી બીજનું આપણા શાસ્ત્રમાં આપણા ધર્મમં અનેરૂ મહત્વ છે. એક એક યુકિત છે કે સુધી અષાઢી બીજ, કા વાદળ કા વીજ અષાઢી બીજ એ અકે સુકન વંતો દિવસ છે. આજે ગૂરૂવાર છે અને આજે ચારણ્ય સમાજના સેંકડો વર્ષ પહેલા આત્મગૌરવ આપ્યું છે. એવા જગદંબા નાગબાઈ માતાજીનું પ્રાગટય દિવસ છે. આજે ધન્યતા અને દિવ્યતા એ છેકે, આજે શોભાયાત્રા દ્વારા ધર્મને પૂન: સ્થાપિત ક્રે છે. આજે નાગબાઈ માતાજીની આરાધના કરી એની ભકિત કરી અને યુવાનોમાં સંસ્કારનું ધર્મનું રોપણ થાય તેના માટેના એના પહેરવેશ સાથે શોભાયાત્રા આજે નીકળી રહી છે. ત્યારે મને એ કહેવાનું મન થાય છે કે આ શોભયાત્રામાં પ્રાગટય દિવસ તરીકે ઉજવીએ છીએ ત્યારે ખરા અર્થમાં આ માતૃ શકિત એ આપણા જીવનમાં આપણે સ્ત્રોત છે ત્યારે આપણા જીવનમાં સ્ત્રી શકિતને આપણે મહત્વ આપીએ છીએ આપણે બેટી બચાવો અને બેટી પઢાવોનો જે સુત્ર આપ્યું છે. પણ આજના નાગબાઈ માતાજીના દિવસ નિમિતે પરિવારના સભ્યોને ઉજાગર કરીએ. તો આ આયોજનનો સાચો હેતુ સાર્થક થશે એવું ગે છે. આજે એક ઉમંગથી સમસ્ત ચારણ્ય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા છે. જેને શુભેચ્છા પાઠવું છું.

A-Grand-Procession-By-Charan-Samaj-Of-The-Birth-Anniversary-Of-Aishri-Nagbai-Mataji
a-grand-procession-by-charan-samaj-of-the-birth-anniversary-of-aishri-nagbai-mataji

ગામોગામથી ૨૦૦૦થી વધુ લોકો રથયાત્રામાં જોડાયા: પ્રવિણ ગોગીયા

અબતક સાથેની વાતચીતમાં પ્રવિણભાઈ ગોગીયાએ આજરોજ યોજાયેલા આઈ શ્રી નાગબાઈ માતાજીના જન્મોત્સવ આ ત્રીજા વર્ષની અંદર સમસ્ત ચારણ્ય સમાજ વતીઅમે દરેક ગામડેથી નરેડાથી મહાનગર સુધીના લોકો રાજકોટ મુકામે કિશાનપરા ચોક ખાતે આઈ શ્રી નાગબાઈ માતાનો જન્મોત્સવ ઉજવી રહ્યા છીએ. આદી અનાદીકાળથી આઈ શ્રી નાગબાઈમાં સાથે આ સમાજ જોડાયેલો છે. અને હુ આ સમાજનો હોદેદાર છું કે જે સમાજનો એકતા માટે વિદ્યાર્થીઓ માટેના અભ્યાસ માટેનું હુ કામ કરી રહ્યો છું આ યાત્રામાં જામનગર, વાંકાનેર, સૌરાષ્ટ્ર-કચ્છ અને મહારાષ્ટ્રથી લોકો ઉપસ્થિત રહ્યા છે.૨૦૦૦થી વધુ લોકો આ યાત્રાની અંદર જોડાયા છે. આ યાત્રાની વિશેષતા નાગબાઈની ૧૪ ફૂટની ઉંચી પ્રતીમા બનાવો છે અને આ પ્રતિમા સાથે આઈ શ્રી નાગબાઈ માતાજીના ભૈડિયા સાથે રાજકોટના મુખ્ય માર્ગો પર આજે માતાજી પોતે નગરચર્યામાં નીકળ્યા હોય તેવી રીતે માતાજીના રથને સમગ્ર રાજમાર્ગો પર યાજ્ઞીક રોડ પરથી લઈને જયુબેલી રેસકોર્ષ ગ્રાઉન્ડ સુધી શોભાયાત્રશ કાઢવામાં આવી હતી. આ યાત્રાની અંદર રાજકોટના રાજવી માંધાતાસિંહજી જાડેજા, યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું છે. વોર્ડ નં.૩નાં કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા, અશોકસિંહ વાઘેલા, વિશ્ર્વહિન્દુ પરિષદની ટીમે આ રથયાત્રામાં હાજરી આપી હતી.

A-Grand-Procession-By-Charan-Samaj-Of-The-Birth-Anniversary-Of-Aishri-Nagbai-Mataji
a-grand-procession-by-charan-samaj-of-the-birth-anniversary-of-aishri-nagbai-mataji

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.