Abtak Media Google News

દિકરીઓને કરીયાવર સ્વરૂપે રૂ.૨ લાખની ચીજ વસ્તુ તેમજ હનીમુન પેકેજ અપાશે: ૯મીથી ફોર્મ વિતરણ શરૂ

નવદંપતિઓ આગામી પાંચ વર્ષ સુધી છૂટાછેડા નહિલે તેવી લેખીત બાહેધરી બોન્ડ પર લેવાનો નવતર પ્રયોગ કરાશ

દિકરાનું ઘર વૃધ્ધાશ્રમ દ્વારા ૩૦મી ડીસેમ્બરે ૨૨ દિકરીઓનાં જાજરમાન સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.જેમાં મા-બાપ વિનાની નિરાધાર ૨૨ દિકરીઓને સાસરે વળાવીને ૨ તોલા સોના સહિત રૂ.૨ લાખથી વધુની રકમનો કરીયાવર પણ આપવામાં આવશે આઅંગે વિસ્તૃત વિગત આપવા મુકેશ દોશી, સુનિલ વોરા, નલીન તન્ના, ઉપેન મોદી, સુનિલ મહેતા અને હસુભાઈ રાચ્છે ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી હતી

દીકરાનું ઘર વૃધ્ધાશ્રમ સહિત અનેક સેવા પ્રકલ્પો સાથે જોડાયેલ સમર્પણ ચેરીટેબલ ટ્રસ્ટની ૧૦૮ જેટલા કર્મષ્ઠકાર્યકર્તાઓની ટીમ દ્વારા આગામી તા.૨૯ અને ૩૦મી ડીસે.ના રોજ રાજકોટના આંગણે વ્હાલુડીના વિવાદ નામે એક સાથે ૨૨ દિકરીઓના જાજરમાન સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમાં તા.૨૯ના શનિવારના રોજ સવાર ૮ થી ૧ કાલાવડ રોડ સ્થિત અવસર પાર્ટી પ્લોટમાં દીકરીઓની મહેંદી રસમ તથા સંગીતના કાર્યક્રમ તેમજ એજ દિવસે રાત્રીનાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકારો દ્વારા દીકરી વ્હાલનો દરીયો અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવશે તા.૩૦ને રવિવારના રોજ જામનગર રોડ ખાતે આવેલ ગ્રીન લીફ પાર્ટી પ્લોટમાં શાસ્ત્રોકત વિધિથી ૨૨ દીકરીઓને સંસ્થા પરિવાર તથા દાતાઓનાં સહયોગથી અંદાજે ૨ લાખથી વધુ રકમનું ક્ધયાદાન સહિત કરીયાવરમાં તમામ જીવન જરૂરી ચીજ વસ્તુઓની સાથોસાથ ૨ તોલા સોનાના દાગીનાની ભેંટ આપવામાં આવશે. આ ઉપરાંત ૨૨ નવદંપતિઓ માટે સીમલા, મનાલી, મહાબળેશ્ર્વર અથવા ગોવાની હનીમુન ટ્રીપની સોનેરી ભેટ અપાશે વિશેષમાં આ નવદંપતિઓ પાંચ વર્ષ સુધી છૂટાછેડા નહી લે તેવી બોન્ડ પર લેખીત બાંહેધરી લેવામા આવશે. આ સાથે બંને વચ્ચે જો કોઈ વિવાદ થાય તો કોઈ કચેરીએ જતા પૂર્વે લગ્નોત્સવના આયોજકોને મળવાનું રહેશે.

વિશેષ માહિતી માટે મુકેશ દોશી મો.નં. ૯૮૨૫૦ ૭૭૭૨૫ સુનીલ વોરા મો.નં. ૯૮૨૫૨ ૧૭૩૨૦નો સંપર્ક કરવો

વ્હાલુડીના વિવાદ પ્રસંગને સફળ બનાવવા મૌલેશભાઈ ઉકાણી, જીતુભાઈ બેનાણી, મનીષભાઈ માદેકા, સુરેશભાઈ નંદવાણા, હરીશભાઈ લાખાણી, ખોડુભા જાડેજા, વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સતાણી, ધીરૂભાઈ રોકડ, સુનીલભાઈ મહેતા, કિરીટભાઈ આદ્રોજાનો સહયોગ મળી રહ્યો છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.