Abtak Media Google News

અબતક, રાજકોટ : ફરવાના શોખીનો માટે ખુશખબર આવી છે. સૌરાષ્ટ્રવાસીઓના પ્રિય એવા બે પર્યટન સ્થળો દિવ અને માઉન્ટ આબુમાં પ્રવાસીઓ માટે દ્રાર ખોલવામાં આવ્યા છે. બન્ને પર્યટન સ્થળોએ આરટીપીસીઆર ટેસ્ટ ઉપર જ એન્ટ્રી આપવામાં આવી રહી છે. આ બન્ને સ્થળોએ હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો ખુલતા બન્ને સ્થળો પુનઃ ધમધમતા થયા છે.

બન્ને પર્યટન સ્થળોએ આરટીપીસીઆર ટેસ્ટ ઉપર જ એન્ટ્રી : હોટેલ, રેસ્ટોરન્ટ સહિતના સ્થળો ખુલતા બન્ને સ્થળો પુનઃ ધમધમતા થયા

Nagoa Beach

છેલ્લા દોઢ વર્ષથી કોરોનાને કારણે દેશભરમાં સ્થિતિ ગંભીર બનેલી છે. કોરોનાના કેસમાં હવે ધીરે ધીરે ઘટાડો જોવા મળતા પરિસ્થિતિ ફરીથી સામાન્ય બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.  પ્રવાસીઓનું સૌથી લોકપ્રિય સ્થળ દિવ અને માઉન્ટ આબુ હવે ફરીથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. પરંતુ દિવ અને માઉન્ટ આબુ બન્નેમાં પ્રવેશ પહેલા આરટીપીસીઆર રિપોર્ટ ફરજિયાત કરવામાં આવતા સહેલાણીઓને થોડી ઝંઝટ રહેશે.

રાજસ્થાનના મુખ્ય પર્યટક સ્થળોમાં એક ગણાતા માઉન્ટ આબુ ફરવા માટે આવતા પર્યટકોને આરટીપીસીઆર રિપોર્ટ સિવાય એન્ટ્રી નહીં મળે અને રિપોર્ટ હસે તો જ હોટલમાં પ્રવેશ મળશે. ગરમીની સિઝનમાં પ્રવાસીઓથી ભરચક ઉભરાતું માઉન્ટ આબુ આજે સૂમસામ દેખાઈ રહ્યું છે દરેક રસ્તાઓ જાણે કરફ્યુ હોય તેવો માહોલ થઈ ગયેલ છે. પર્યટકોની સંખ્યા ઓછી હોવાથી વેપારીઓને પણ ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.