Abtak Media Google News

સતત બીજા વર્ષે પણ કપાસના ભાવ આસમાને રહ્યા હોય ઉપરાંત સ્થાનિક માંગ ઓછી હોવાથી સ્પિનિંગ અને જીનિંગ ઉદ્યોગોની માઠી: દક્ષિણ ભારતમાં 50% જેટલા એકમો બંધ

કપાસ અત્યારે તો ખેડૂતો માટે ચાંદી બન્યું છે. પણ આ જ કપાસ જિનર્સ અને સ્પિનર્સ માટે કઠણાઈ સમાન હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.   મોટાભાગની સિઝનમાં ભારતીય કોટન યાર્નના ભાવ વૈશ્વિક સ્તરો કરતાં ઊંચા રહેવાને કારણે, ઘણા જિનિંગ અને સ્પિનિંગ એકમો સતત બીજા વર્ષે નુકસાનનો સામનો કરી રહ્યા છે.

એવું માનવામાં આવે છે કે ઓગસ્ટમાં અપેક્ષિત ઉત્તરીય રાજ્યોમાં નવા પાકના આગમનથી ભાવ વધતા અટકશે.  સૂત્રોના જણાવ્યા અનુસાર નબળી નાણાકીય કામગીરી ધરાવતી ઘણી સ્પિનિંગ મિલોએ ભાગીદારી છૂટી કરવા સહિતના પગલાં પણ લીધા છે. દક્ષિણ ભારતમાં 50% થી વધુ સ્પિનિંગ મિલોએ માંગ અને પ્રાપ્તિના અભાવને કારણે ઉત્પાદન બંધ કરી દીધું છે અને યાર્નની માંગ પણ ઓછી છે.

ગુજરાતમાં 45 લાખથી વધુ સ્પિન્ડલ્સની સંયુક્ત સ્થાપિત ક્ષમતા સાથે મુખ્યત્વે સૌરાષ્ટ્રમાં આવેલી લગભગ 120 સ્પિનિંગ મિલો છે. ભાવની વધઘટના કારણે જીનરોને પણ નુકસાન જોવા મળ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના સેક્રેટરી અપૂર્વ શાહે જણાવ્યું હતું કે, “ગયા વર્ષે સિઝન શરૂ થઈ ત્યારે કપાસના ભાવમાં વધારો થયો હતો અને પછી ઘટાડો જોવા મળ્યો હતો. જિનિંગ યુનિટોએ ઊંચા ભાવે ખરીદી કરી હતી. હાલમાં, કિંમત રૂ. 58,000 આસપાસ છે.

સ્થાનિક કપાસના ભાવ આંતરરાષ્ટ્રીય કિંમતોથી પણ ઉંચા રહ્યા

સ્પિનર્સ એસોસિએશન ગુજરાના વાઇસ પ્રેસિડેન્ટ જયેશ પટેલે જણાવ્યું હતું કે, સ્પિનિંગ સેક્ટર માટે છેલ્લી સિઝન ખૂબ જ મુશ્કેલ હતી અને આ સિઝન પણ કપરી રહી છે. ભારતીય કપાસના ભાવ મોટા ભાગના હિસ્સામાં આંતરરાષ્ટ્રીય કિંમતો કરતાં વધુ રહ્યા છે. જેથી યાર્ન સપ્લાય કરવા માટે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પિનિંગ મિલો સ્પર્ધાત્મક રહી નથી. સ્થાનિક માંગ પણ નબળી રહી છે, અને સ્પિનિંગ સેક્ટરને સતત બીજા વર્ષે નુકસાન થયું છે. અમે માનીએ છીએ કે ઉત્તરીય રાજ્યોમાં ઓગસ્ટમાં નવા પાકનું આગમન શરૂ થશે. અને તે સુનિશ્ચિત કરશે કે કપાસના ભાવમાં તીવ્ર વધારો ન થાય.

અનેક એકમોના ભાગીદારો છુટા પણ થઈ ગયા!

નફો ઉત્પન્ન કરવામાં અસમર્થ, સંખ્યાબંધ સ્પિનિંગ અને જિનિંગ એકમો ભાગીદારીમાં ફેરફાર જોઈ રહ્યા છે. કેટલીક જિનિંગ અને સ્પિનિંગ મિલોને વેચાણ માટે મૂકી દીધી છે. આ ઉપરાંત ભાગીદારો એકમોમાં તેમનો હિસ્સો વેચી રહ્યા છે, તેમ એસોસિએશનના એક સભ્યએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.