Abtak Media Google News

ઇજાના કારણે એશિયા કપમાંથી રવિન્દ્ર જાડેજા આઉટ અક્ષર પટેલને મળ્યું સ્થાન

આવતીકાલે ભારત પાકિસ્તાન વચ્ચે ફરી સુપર 4નો મુકાબલો રમાશે જે અત્યંત હાઈ વોલ્ટેજ હોવાનું સામે આવ્યું છે. લીગ મેચમાં ભારતે પાકિસ્તાનને કચરિયું હતું ત્યારે આવતીકાલે જે મુકાબલો રમાડવામાં આવશે તેમાં ભારત હોટ ફેવરિટ માનવામાં આવી રહ્યું છે પરંતુ ભારતીય ટીમ માટે એક માઠા સમાચાર એ પણ છે કે, જાડેજા એશિયા કપમાંથી આઉટ થઈ ચૂક્યો છે અને તેના સ્થાને અક્ષર પટેલને સ્થાન આપવામાં આવ્યું છે. તો બર્મા ઓસ્ટ્રેલિયા ખાતે જે ટી20 વિશ્વ કપ રમાવવા જઈ રહ્યો છે તેમાં ભારતીય ટીમની યોગ્ય પસંદગી કરવા માટે આ એશિયા કપ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે.

ગઈકાલે જે પાકિસ્તાન અને હોંગકોંગ વચ્ચે ગ્રુપ સ્ટેજનો મેચ રમાયો હતો તેમાં પાકિસ્તાને હોંગકોંગ ને 155 રને મત આપી જાણે રોડ રોલર ફેરવ્યું હોય તેવો ઘાટ સર્જાયો હતો. હોંગકોંગની અપરિપકો રમતના કારણે તેઓએ ખૂબ મોટા માર્જીનથી હારનો સામનો કરવો પડ્યો હતો ત્યારે હવે આવતીકાલે પાકિસ્તાન ભારતીય બોલરો અને બેટમેનો સામેની આકરી કસોટી માટે ઉતરશે. વિશ્વકપને ધ્યાને લઈ હાલ ભારતીય ટીમ દ્વારા જે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી રહી છે તે એકબીજાના વિકલ્પ તરીકે ઉભા રહી શકે તે મુજબની છે ત્યારે રવિન્દ્ર જાડેજા આઉટ થતા તેના સ્થાન ઉપર અક્ષર પટેલને તક મળી છે.

છેલ્લા છ મહિનામાં ભારતીય ટીમના ખેલાડીઓમાં જે રીતે બદલાવ કરવામાં આવ્યો તે જોતા એ વાત સ્પષ્ટ છે કે ઓક્ટોબર માસમાં જે ટી20 વિશ્વ કપનું આયોજન થવા જઈ રહ્યું છે તેમાં કયો ખેલાડી યોગ્ય છે અને પોતાના કૌશલ્યને ઉજાગર કરી શકે તે માટેનો એક વિશેષ તખ્તો ટીમના કોચ અને કેપ્ટન દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે. અહીં ટુર્નામેન્ટ દરમિયાન કોઈપણ ખેલાડીઓને કોઈ મોટી ઈજા ન થાય તે માટેનું પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવી રહ્યું છે. તે ટીમના ફિઝિયો અને ટ્રેનરોને તાકીદ પણ કરવામાં આવી છે કે ખેલાડીઓની ફિટનેસ ઉપર સહેજ પણ અસર દેખાતી હોય તો તેને આરામ આપવામાં આવે.

ભારત બેટમેનોની સાથે ઝડપી બોલરો ઉપર પણ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને નેટ બોલરોને યોગ્ય તક મળે તે માટે તેમનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મોટી વાત એ છે કે હાલ ભારતીય ટીમ પોતાના બેટ્સમેન અને બોલર ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે અને માઇક્રો પ્લાનિંગ પણ કરવામાં આવેલું છે. આગામી ટી ટ્વેન્ટી વિશ્વ કપમાં અત્યંત ઉપયોગી સાબિત થશે. ચેલા ઘણા સમયથી ભારતીય બોલરોમાં પણ સતત બદલાવ લાવવામાં આવી રહ્યો છે અને યુવા ટેલેન્ટને વધુને વધુ તક પણ આપવામાં આવી રહી છે જે ખરા અર્થમાં ખૂબ જ ઉપયોગી સાબિત થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.