Abtak Media Google News

જાદરાબાપુની ભક્તિ પરંપરાને જાળવી ગેબીનાથ જગ્યાની બાજુમાં ઐતિહાસિક ગાથા વર્ણવતો જર્જરિત ગઢ આજે પણ મોજુદ

18 મી સદીની ગેબીનાથ પરંપરાઓ મા ભક્તકોટી ની ઘણી શાખાઓ અસ્તિત્વ મા આવી છે. તેમા થાન તાલુકા ના સોનગઢ ગામ ના પુ.જાદરાબાપુ ભગત નો કુલગૌરવ ઇતિહાસ પર પૃકાશ પાડવા પ્રયત્ન કરીએ.પ્રાચીન કાળમાં વણઁવ્યવસ્થા ચાર વિભાગ મા વહેચાયેલી હતી. તે પણ ગુણ આધારિત હતી. બ્રાહ્મણ ક્ષત્રિય. વૈશ્ય. શુદ્ર તેમ સમાજ વ્યવસ્થા હતી તેવુ આપણને મોટેભાગે જાણવા મળે છે.  દેવડા ચૌહાણ ના પુસ્તકમાં ચૌહાણ ના આદિ પુરુષ ચાહમાન ને ત્રેતાયુગ યુગમા આબુ પવઁત ના અનલકુંડ માથી ઉત્પન્ન થયેલા બતાવે છે.  ભૃતાનેણશી ના મતે ચાચકદેવ ચૌહાણે વિસ 1332 મા સુંધા પવઁત પર ચામુંડા માતાજી નુ મંદિર બંધાવયુ હતુ.   કવિ આસિયામાલા લખે છે કે લાખણસી ચૌહાણે વિ.સં.1022 મા નાડોલ મા રાજય સ્થાપના કરી હતી ત્યારે આશાપુરા માતાજી એ 13000 અશ્વ દિધા હતા. “રાજપુત વંશસાગર” મા ગોહિલ અજીતસિંહજી લખે છે. કે ભગવાન પરશુરામે પૃથ્વિ નક્ષત્રિય કરી ત્યારે આબુ પવઁત પર બ્રામણો યજ્ઞ કરતા પણ રાક્ષસો ભંગ કરતા હતા. ત્યારે બ્રમાજી ના કહેવાથી અનલકુંડ માથી ચાર પુરુષ ઉત્પન્ન કયાઁ તેમાથી પ્રથમ પુરુષ ચાહમાન હતા.માટે તેમને અગ્નિવંશ પણ કહે છે.તે અનલકુંડ મા યજ્ઞ કરનાર રુષિ વશિષ્ઠ હતાઁ તે વંશમા લાખણસિહ ચૌહાણ ના 24 પુત્રો ના નામ ઉપર થી ચૌહાણ ની મુખ્ય. 24 શાખા અસ્તિત્વમા આવી.તેમાથી એક ઝાલોરગઢ ના સોનગરા ચૌહાણ હતા.ઝાલોરના મુળ પુરુષ નાડોલ ના કિતિઁપાલ હતાઁ તેમણે ઝોલોર ના પરમારો પાસે થી જીતી ગાદી સ્થાપી હતી. સોનગરા શાખા ના અલગ અલગ મત છે.છતા પણ ઝાલોર ના એક ઉચા પહાડ નુ નામ સોનગ હતુ તે ઉપરથી સોનગરા ચૌહાણ કહેવાયા તે વાત ને બધા સમથઁન આપે છે.તયાર પછી અમરસિંહ આવ્યા તેમણે સમરપુર વસાવયુ. તયાર પછી માનસિહ આવ્યા તેમણે શિરોહી અલગ રાજ્ય કયુઁ.તે પછી સાચંકદેવજી એ ચામુંડા માતાનુ મંદિર બંધાવયુ. તે પછી સામંતસિસજી અને કહાનડદેવ ગાદીએ આવ્યા. તે અલાઉદિન સાથે લડયા હતા. અને સાતમા કૃમે વિરમદેવ ચૌહાણ આવ્યા તે દિલ્હી ના બાદશાહ સાથે લડતા વિરગતિ ને પામ્યા હતા. તેમની સાથે મેવાડના રાજપુતો પણ હતા. સમય જતા અટકો પણ વધી છે તેમજ સમય જતા જે દૈવી શકિત એ મદદ કરી હોય તે દેવી દેવતા ની વંશ પરંપરાગત પુજા ચાલુ થઇ હોય છે.માટે અત્યારે ઉપાસનાના દેવીદેવતા ઓ મા એક સુત્રતા જોવા મળતી નથી. “કાઠિઓ અને કાઠિયાવાડ” પુસ્તક મા ડો.પૃધુમન ખાચર લખે છે કે 12 મી સદી મા જૂના સુરજદેવળ પાસે જામ અબડાજી અને કાઠી વાળા વળોચજી વચે યુધ્ધ થયુ તેમા અલગ અલગ પ્રાંત માથી અલગ અલગ શાખા ના ક્ષત્રિયો વળોચજી ની મદદે આવ્યા હતા.તેમા ઝાલોરગઢ ના કુવર કેશરદેવ ચૌહાણ પણ વાળાવળોચજી ની મદદે આવ્યા હતા. તેમના પરાક્રમ થી વળોચજી એ પોતાની કુવરી સોનબાઇ ને કેશરદેવને પરણાવયા હતા. તે થાનગઢ પાસે સુયઁમંદિર ની પુજાનો હક પોતાની પુત્રી સોનબાઇ ને આપ્યો હતો.અને તે કેશરદેવનુ ચૌહાણ નુ નામ બદલી ને વાલેરા જળુ રાખવા મા આવ્યુ હતુ. બારોટની વહિઓમાં અને આકેલોઝિકલ સર્વે ઓફ ઇન્ડિયામાં ઉલ્લેખ મળેછે કે વાલેરાબાપુને 12 ગામની જાગીર પણ આપવામાં આવી હતી તે ઝાલોરગઢ ના વાલેરા જળુ ની વંશ પરંપરા મા 18 મી સદી મા ગેબીનાથ પરંપરામા જે પંચાલ ની પ્રગટ પીરાઇમાં જે સંત ભકત થયા તે પુ જાદરાબાપુ. તે તે જાદરાબાપુનુ ગામ સોનગઢ જુનાસુરજદેવળ ની બાજુ મા આવેલ છે. તયા ગુરુ ગેબીનાથ ની તપસ્થલી પણ આવેલી છે.  જાદરાબાપુ વંશપરંપરામા લાખાબાપુની જગ્યા પણ આવેલ છે. હાલના મહંત તરીકે પુકિશોરબાપુ વિરાજમાન છે. તેમજ તે જાદરાબાપુ વંશપરંપરા મા પુ.દિલિપબાપુ જુના સુરજદેવળ ના મહંત તરીકે વિરાજમાન છે. અને ગેબીનાથ જગ્યા નુ સંચાલન આલકુબાપુ ભગત. જાદરાબાપુ પરિવાર અને ગેબીનાથ સેવા સમિતી દ્રારા થઈ રહયુ છે. તેમજ લોમેવધામ ધજાળા પુ, ભરતબાપુ તેમજ ભાણેવધામ ધજાળા પુ રામકુબાપુ અને ત્રિવેણી ગામે પુ, માણાબાપુનું સ્થાનક આવેલછે તે તમામ જાદરાબાપુની ભકિતપરંપરાને જાળવી રહ્યાછે તે ગેબીનાથ જગ્યા ની બાજુ મા ઐતિહાસિક ગાથા સંઘરી ને બેઠેલો જજઁરિત ગઢ આજે પણ જુના સોનગઢની યાદ અપાવતો મુક સાક્ષી બની ને ઉભો છે..

લેખક: ભનુભાઇ ખવડ

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.