ધ્રોલ: ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ

સિધ્ધિ મેળવતી જી.એમ. પટેલ ક્નયા વિદ્યાલયની છાત્રાઓ

ધ્રોલની જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલયની છાત્રાઓએ ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અંતર્ગત ઉત્કૃષ્ટ દેખાવ કરી જિલ્લા કક્ષાએ પસંદગી મેળવી છે. શ્રી જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય ધ્રોલમાં એસવીએસ કક્ષાના ગણીત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનનું ઓનલાઈન આયોજન કરેલ જેમાં શાળા શ્રી જી.એમ. પટેલ ક્ધયા વિદ્યાલય એ વિભાગ 1 ઈકો ફ્રેન્ડલી વેસ્ટમાંથી બેસ્ટ વિભાગ 2 સ્વાસ્થ્ય, આરોગ્ય અને સ્વચ્છતા, વિભાગ-3 આદાન પ્રદાન થઈ શકે તેવું સોફટવેર, વિભાગ-5 ગણિતિક નમૂનાઓમાં ભાગ લીધેલ જેમાં વિભાગ-1માં સોનગરા હીના, અને વરિયા શ્રુતિ તથા વિભાગ 3માં ભેંસદડીયા બંસી અને જાવીયા દિપ્સા તેમજ વિભાગ 5માં પનારા હસતી, અને સોરિયા સુહાનીએ જિલ્લા કક્ષા માટે પસંદગી પામી શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે. પસંદગી પામવા બદલ પોપટ હીનાબેન, હડીયલ સરોજ બેન, સાપરીયા બીનાબેન, ભેંસદડીયા, નિકુંજભાઈ તથા વિદ્યાર્થીની બહેનોને આચાર્યા વિજયાબેન કે. બોડા તથા સમગ્ર ટ્રસ્ટી મંડળે અભિનંદન પાઠવી બિરદાવ્યા છે.