Abtak Media Google News

Table of Contents

ધ્વજાનું આધ્યાત્મિક મહત્વ  અનેરૂ છે, તે મંદિરના શિખર પર એક દંડમાં સતત ફરકતી રહે છે: જુદા-જુદા મંદિરોમા  વિવિધ રંગોની ધ્વજાના દર્શન થાય છે: હિન્દુ ધર્મમાં ધ્વજા ચડાવવાનું  પણ અનેરૂ મહત્વ છે

ધ્વજા બનાવવા સાટીન કે રેશમનું કપડું ઉપયોગમાં લેવાય છે, અને તેની સજાવટ માટે તૂઈ કે  જરીનો ઉપયોગ થાય છે

4 દિશા,  12 રાશી, 9 ગ્રહ અને 27 નક્ષત્રો  મળી કુલ બાવનનો આંક થતો હોવાથી ધ્વજાને મસ્તકે  ચડાવવાથી ભકતજનને બાવન સંયોગોનો  લાભ થાય છે:   મંદિરમાં ખુલ્લા પગે  ચાલવાથી ઉર્જા પગ દ્વારા  શરીરમાં પ્રવેશ કરે છે:  મંદિર દેવ સ્વરૂપ  ગણાય છે, પાયા તેના   પગ અને ગર્ભગૃહ તેનું હૃદય છે

 

આવી જ   વાત દિવાની છે જેના  જેના પર હાથ ફેરવીને આંખોને સ્પર્શ  કરવાથી, હળવા ગરમ હાથની દ્રષ્ટિની  ભાવના સક્રિય  થાય છે.તેમાં  કપૂર  નાખવાથી સમગ્ર વાતાવરણને  પવિત્ર કરે છે. મંદિરના ઘંટને   વગાડવાથી તેનો  અવાજ સાત સેક્ન્ડ સુધી ગુંજતો રહેતો હોવાથી આપણી સાત ઈન્દ્રીઓને  જાગૃત કરે છે.  ગર્ભગૃહમાં મુકાયેલી મૂર્તિ જે સ્થાન પર હોય ત્યાં સૌથી વધુ ઉર્જા શરીરમાં  પહોચે છે.સકારાત્મક   વિચારોને  સિધો સંબંધ આની સાથે છે.  અહી દર્શન કરવાથી નેગેટીવ ઉર્જા ખત્મ  થતી જાય છે.

દર્શન ર્કાબાદ મંદિર ફરતે  પરિક્રમાનું વૈજ્ઞાનિકોએ   પણ સકારાત્મક  ઉજા સાથે પોતાના સંશોધનમાં જણાવેલ છે. મનશાંતિ અને   પરિક્રમાા કે પ્રદિક્ષણાને સીધો સંબંધ છે.આમ કરવાથી શરીરમાં ઉર્જા પ્રવેશે છે.   સૂર્યદેવને  સાત, વિષ્ણુનેચાર, ગણેશને ચાર, દેવી દુર્ગાને ત્રણ, હનુમાનજી અને શિવને અડધી પરિક્રમાનો નિયમ છે.  આપણા સનાતન ધર્મમાં મંદિરની પૂજા સાથે વિજ્ઞાન   આદિકાળથી જોડાયેલું છે. દ્વારકાના  મંદિરની ધજા પવન ગમેતે  દિશામાં હોય પણ હંમેશા  પશ્ર્ચિમથી પૂર્વ તરફ જ લહેરાય છે. તે ધજા મેઘ ધનુષ્યની  જેમ સપ્તરંગી હોય છે.  જગન્નાથપુરી મંદિરમાં પણ ધજા પવનની વિરૂધ્ધ  દિશામાં   ફરકે છે.

દૂીથી પદયાત્રા કરીને ચાલ્યો આવતો ભકતજન   મંદિર ઉપર  ફરકતી ધજાના  દર્શન કરી લે એટલે તેનામાં જોમ અને ઉત્સાહ  સાથે શકિતનો  સંચાર થઈ જાય છે. મંદિર ઉપર ધજા ચડાવવાનું આપણા ધર્મ  શાસ્ત્રમાં  અનેરૂ મહત્વ છે.  આપણને પ્રશ્ર્ન થાય કે મંદિર ઉપર ધજા કેમ ફરકાવાય છે. પણ ધજાનું આધ્યાત્મિક મહત્વ છે. મંદિર સાથે જોડાયેલી   તમામ વસ્તુઓનું વૈજ્ઞાનિક   મહત્વ છે. ફરકતી ધજા મંદિર માટે અને ભકતજનો માટે અગત્યની છે. તે શ્રધ્ધા-આસ્થા અને માનવીના વિશ્ર્વાસનું ભકિતભાવનું પ્રતિક છે.  મંદિરના  શિખર ઉપર  એક દંડમાં તે સતત ફરકતી જ રહે છે. વરસાદ કે  પવન કે  ટાઢ તડકો તે સતત ફરકતી જ રહે છે.આપણા મંદિરોમાં ધ્વજારોહણનું અનેરૂ મહત્વ હોવાથી  લોકો ઉત્સવ   સાથે ધજા ઢોલ નગારા સાથે  ભકિતભાવથી ચડાવતા હોય છે.

જુદા જુદા   મંદિરોમાં  જુદા જુદા રંગો અને  નાની મોટી સાઈઝની  ધ્વજાના આપણને  દર્શન   થાય છે.   તેને બનાવવા રેશમ કે સાટીનના કપડામાં તુઈ કે   જરીની સજાવટ કરાય છે. આપણાં મંદિર નિર્માણ શાસ્ત્રમાં સોમપુરાએ તેની વિગતોમાં જણાવ્યુંં છે કે મંદિર દેવ સ્વરૂપ ગણાય છે. પાયા તેના પગ ને ગર્ભગૃહ તેનું   હૃદય છે. મંદિરના પિલર ઘુંટણ અને બળતો દિવો આત્માનું પ્રતિક છે.  બ્રહ્માંડમાંથી દેવી શકિત તથા સકારાત્મક ઉર્જા તરંગોને મંદિરમાં    જીલવા ધજા એક રડાર જેવું કામ  કરે છે.  દ્વારકાધીશના મંદિરમાં ચડતી બાવનગજની ધજા ચડાવનાર  ભકતજનને   બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તી   થાય છે, તેથી જ ધજાને મસ્તકે  ચડાવવાથી  ચિંતા   મુકિતનો અનુભવ   સાથે 4 દિશા, 12 રાશી,  નવગ્રહ, 27 નક્ષત્રોનો સરવાળો બાવન થાય છે.  કોઈપણ મંદિરે જાવતો ધજાના  દર્શન અવશ્ય કરવા જેને કારણે  તેના મનોરથથી ભકતોમાં અનેરી ઊર્જાનો સંચાર થાય છે.

આપણા શાસ્ત્રોમાં ઘણા નિયમોનું પાલન કરીએ છીએ. જેમકે સ્નાન કરી પવિત્ર  થઈ ને  પ્રવેશ કરી એ છીએ, ચંપલ બહાર ઉતારી,  દિવાને પ્રગટાવી છીએ, મંદિરમાં ઘંટ વગાડીએ છીએ અને પછી મૂર્તિના દર્શન કરીને  પગે લાગીએ છીએ. બાદમાં મંદિરની ચારે દિશાએ પરિક્રમા કરીએ છીએ.  આ બધાની  પાછળ વૈજ્ઞાનિક સિધ્ધાંતો  છપાયેલા છે.  સૂર્યોદય સાથે  મંદિરના   ઘંટારવ સાથે ભકિત ભાવથી ભકતજનો આરતી કરે છે. અને સાંજે સંધ્યા આરતીનું પણ મહત્વ છે.   હિન્દુધર્મ આપણે સવાર સાંજ મંદિરે અચૂક દર્શન કરવા જઈએ છીએ. આપણા ઘરમાં  પણ મંદિરમાં સવાર સાંજ   પૂજન અર્ચન,  આરાધના કરીએ છીએ.

મંદિરમાં ઉઘાડપગુ પ્રવેશવુંનો નિયમ વિશ્ર્વભરનાં હિન્દુ  મંદિરમાં છે તેનું કારણ મંદિરનું નિમાણ પ્રાચિનકાળથી એવી રીતે કરાયેલ હોય છે. જેમાં વિદ્યુત અને ચુંબકીય તરંગોનો સૌથી મોટો સ્ત્રોત  હોય છે. જેથી   ખૂલ્લા પગે ચાલવાથી આ ઉર્જા પગ દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે. આ તમામ વિધિ રીત, રસમ પાછળ વૈજ્ઞાનિક સિધ્ધાંતો છુપાયેલા છે. આરતી વખતે   હાર્મની સાથે સંગીત પ્રાર્થના  અને પ્રભુ ભકિતની એક સંવાદિતા રચાતી હોવાથી  માણસમાં   પવિત્રતા સાથે એક સકારાત્મક ઉર્જા પેદા  થાય છે.

પ્રાચિન કાળથી જ દુનિયાથી આગળ ભારત

સમગ્ર વિશ્ર્વમાં  આપણો દેશ  બધા દેશોથી આગળ  રહ્યો છે. હિન્દુધર્મમાં પ્રત્યેક દેવી-દેવતા સંબંધીત ધજામાં   તેવા વાહનના  પ્રતિકો   જોવા મળે છે,   જેમકે વિષ્ણુજીની ધજાપર ગરૂડ તો બ્રહ્માજીની ધજા પર કમળ હોય છે. પ્રાચિન કાળમાં જ નાલંદા અને તક્ષશિલા જેવી વિશ્ર્વ વિદ્યાલયો હતી. શેમ્પુની શોધ પણ પ્રથમ ભારતે કરી હતી, શતરંજ અને   સાંપ-સીડી જેવી રમતોનો આવિષ્કાર  ભારતે જ શોધ કરી છે. હીરાની ખાણમાંથી  ખોદકામ કરીને હીરા  ગોતવાનું કામ   દુનિયામાં  પહેલા આપણા દેશે જ શરૂ કરેલ.  મેડીકલ ક્ષેત્રે  સુશ્રુત અને ચરક   જેવા વૈદ્યો એજ  ભારતીય ચિકિત્સા પધ્ધતિને દુનિયાભરમાં પ્રસરાવી હતી.  તમે જાણીને   નવાઈ લાગશે કે   ટાઈલ્સની શોધ ભારતે કરી છે. આર્ય ભટ્ટે શુન્યની  શોધ ન કરી હોતતો અત્યારના   જીવનની  કલ્પના  પણ ન થઈ શકે.

શું તમે બાવન ગજની ધ્વજા  વિશે આ વાત જાણો છો?

દ્વારકાધીશની ધજાની લંબાઈ  પર ગજની હોય છે.તેી  પાછળ એક લોક વાયકા મુજબ અહિ 56 યાદવોએ    શાસન કર્યુ હતુ. જેમાંથી  કૃષ્ણ, બલરામ,  અનિરૂધ્ધ અને પ્રધ્યુમનના અલગ અલગ મંદિરો બન્યા જયાં તેમની ધજા લહેરાય છે,  બાકી રહેલા પર યાદવોના રૂપમાં આ ધર્મ ધજા લહેરાય છે.   એવું પણ કહેવાય છે કે 4 દિશા, 12 રાશિ, 9 ગ્રહો, 27 નક્ષત્રોનો સરવાળો બાવન થતો  હોવાથી આવડી ધજા ચડાવાય છે. આ ધજા ચડાવનારને બાવન સંયોગો તથા લાભની પ્રાપ્તી થાય છે. બ્રહ્માંડમાંથી દેવી શકિતને   તથા સકારાત્મક ઉર્જા તરંગોને  મંદિરમાં બોલાવવા માટે ધજાએ રડાર જેવું કાર્ય કરે છે. મંદિર પર   લહેરાતી ધ્વજામાં સૂર્ય અને ચંદ્રના પ્રતિક લગાવેલા હોય છે.

મંદિરનાં શિખર પર  લગાવનારી દરેક રંગની ધજાનું   અનોખુ મહત્વ છે, જેમાં  લાલ રંગ ઉત્સાહ, સ્ફૂર્તિ, પરાક્રમ ધનધાન્યની વિપુલ સંપતિ અને સમૃધ્ધીનું પ્રતિક છે. લીલોકલર આધ્યાત્મિક પ્રેરણાનું  પ્રતિક મનાય છે. મહાભારતમાં અર્જુનના રથ ઉપર ધજા સ્વરૂપે સ્વયં હનુમાન બિરાજતા હતા. મંદિરોમાં લગાવાતી ધજા માત્ર મંદિર નહી પણ ગામ કે  શહેરની  પણ રક્ષા  કરે છે. હિંદુ ધર્મમાં પ્રત્યેક દેવી-દેવતા સંબંધીત ધજામાં તેના  વાહનના પ્રતિકો હોય છે. જેમકે વિષ્ણુજીની ધજાપર ગરૂડ, શિવજીની  ધજા પર વૃષભ, બ્રહ્માજીની  ધજા પર કમળ, ગણપતિની ધજા ઉપર મુષક, સૂર્યનારાયણની ધજા પર  વ્યોમ, દેવદુર્ગાની ધજા પર સિંંહ,  કાર્તિકેયની ધજા પર  મોર તેમજ કામદેવની  ધજાપર મકરનું ચિન્હ અંકિત હોય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.