Abtak Media Google News

રાજકોટ તરફ જઇ રહેલી એલ.પી. ગેસના ટેન્કરમાં વિદેશી દારૂ હોવાની બાતમીના આધારે એલસીબી પોલીસે ટેન્કર ચાલક સાથે ટેન્કરમાં ભરેલો 600 પેટી દારૂ ઝડપીને વધુ ગણતરીનો દોર ચલાવ્યો હતો. જેમાં અંદાજીત 35 લાખના વિદેશી દારૂ સાથે સાયલા પોલીસે ગુનો દાખલ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.

થર્ટી ફર્સ્ટ નજીક આવી રહી છે અને તેની પાર્ટી માટે બુટલેગરો અત્યારથી જ સ્ટોક કરવા માટે વિદેશી દારૂ મગાવી રહ્યા હોય છે. ત્યારે સુરેન્દ્રનગર એલસીબીની ટીમના લક્ષ્મણસિંહ અને સવજીભાઇ દાફડા સહિત પોલીસકર્મીઓની ટીમ સાયલા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યા હતા.

દારૂ ઘુસાડવાના બુટલેગરના નવા કિમીયા પર સુરેન્દ્રનગર એલ.સી.બી.એ પાણી ફેરવ્યું

ગેસના ટેન્કરમાં છુપાવેલો 600 પેટી દારૂ મળી લાખો રૂપિયાનો મુદામાલ કબ્જે

આ દરમિયાન બાતમી મળી કે એક એલપીજી ગેસ લખેલું ટેન્કર રાજકોટ તરફ જનાર છે. જેમાં દારૂનો મોટો જથ્થો ભરેલો છે.જે બાતમીના આધારે એલસીબીની ટીમ સાયલાના આયા ગામના બોર્ડ પાસે વોચમાં ગોઠવાઈ ગઈ હતી

અને બાતમી મુજબનું ટેન્કર આવતું દેખાતાં તેને ઉભું રખાવીને ટેન્કર ચાલકની પૂછપરછ કરતા બરખાસીંગ બળદેવસીંગ સરદાર હોવાનું જણાવતા વધુ પુછપરછ કરીને ટેન્કરના ઉપરથી ખાનું ખોલીને તપાસ કરતાં ખાનામાંથી ભારતીય બનાવટની પરપ્રાંતિય દારૂની 600 પેટી જોવામાં આવતા ટેન્કરને સાયલા પોલીસ સ્ટેશને લઇ જવાની કાર્યવાહી હાથ ધરી હતી.

ટેન્કરમાં રહેલા વિદેશી દારૂની ગણતરીની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં પ્રાથમિક ગણતરી સાથે વધુ કાર્યવાહી હાથ ધરતા ટેન્કર સાથે અંદાજીત કુલ 35 લાખના મુદામાલ ઝડપી લીધો હતા

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.