Abtak Media Google News

મારામારી, દારૂ અને મિલ્કત સંબંધી ગુનામાં 94 શખ્સો સામે પાસા અને  67 શખ્સો સામે હદપારીની કાર્યવાહી

સીઆરપીસીની અલગ અલગ કલમ હેઠળ  21834 શખ્સો સામે અટકાયતી પગલા

રાજકોટ શહેર પોલીસ દ્રારા સને.2021 ના વર્ષ દરમ્યાન પ્રોહીબીશન તથા જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસકારક કામગીરી કરી કડક અમલવારી કરવામાં આવેલ છે તેમજ ગુન્હાહીત પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂધ્ધ વધુમા વધુ અસરકારક અટકાયતી પગલા લેવામાં આવેલ છે.રાજકોટ શહેર પોલીસ દ્વારા પ્રોહીબીશનના કુલ-3418 કેશો શોધી કાઢી 3630 આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે.

જેમાં દેશી દારૂ ના કેશ-2614 દેશી દારૂ લીટર 36,678 કિ.રૂા.8,67,010/- તથા દેશી દારૂ બનાવવાનો આથો લીટર-6817 કિ.રૂા.13,634/ તથા વાહનો અને અન્ય મુદામાલ કિ.રૂા.10,84,000/- નો કબ્જે કરવામાં આવેલ છે. તથા ઇંગ્લીશ દારૂના કેશ-804 ઇંગ્લીશ દારૂ ની બોટલ નંગ-96,159 કિ.રૂા.5,14,08,545/- તથા વાહનો અને અન્ય મુદામાલ કિ.રૂા.4,52,15,620 નો કબ્જે કરવામાં આવેલ છે. તેમજ જુગારધારા ના 668 કેશો શોધી કાઢવામાં આવેલ છે.

આમ રાજકોટ શહેર પોલીસ દ્રારા પ્રોહીબીશન તથા જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસકારક કામગીરી કરવામાં આવેલ છે. જેમાં રાજકોટ શહેર પોલીસ દ્વારા સને.2021 દરમ્યાન ગેરકાયદેસર દારૂની હેરફેર તથા વેંચાણ ઉપર અંકુશ લાવવા તમામ પ્રયાસો હાથ ધરી ઇંગ્લીશ દારૂબીયરની બોટલ/ટીન કુલ-84,245 કુલ કિ.રૂા.2,84,42,761/- નો જથ્થો પકડી પાડવામાં આવેલ હતો. જે જથ્થો નાશ કરવામાં આવેલ.

શહેર માં ગુન્હાહીત પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂધ્ધ વધુમાં વધુ અસરકારક અટકાયતી પગલા લેવા  શહેર પોલીસ દ્વારા કાર્યવાહી કરેલ જેમાં રાજકોટ શહેરમાં પ્રોહીબીશન, શરીર સંબંધી, મિલ્કત સંબંધી વિગેરેમાં એક થી વધુ વખત ગુન્હાઓ આચરનાર કુલ-94 ઇસમોને પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ  દ્વારા પાસા હેઠળ અટકાયત  કરી રાજય ની અલગ-અલગ જેલમાં મોકલી આપવામાં આવેલ છે. તેમજ કુલ-67 ઇસમોને રાજકોટ શહેર તેમજ રાજકોટ શહેર ને અડીને આવેલ જીલ્લા ઓમાંથી હદપાર કરવામાં આવેલ છે.

તેમજ સી.આર.પી.સી. કલમ-107 મુજબ 13,494 તથા સી.આર.પી.સી. કલમ-110 મુજબ 4944 તથા સી.આર.પી.સી. કલમ109 મુજબ 925 તથા પ્રોહી. કલમ 93 મુજબ 2471 એમ કુલ- 21,834 ઇસમો ઉપર અસરકારક અટકાયતી પગલા લેવામા આવેલ છે.  શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, સંયુકત પોલીસ કમિશ્રર ખુરશીદ એહમદ,નાયબ પોલીસ કમિશ્નર ઝોન-1 પ્રવિણકુમાર મીણા  અને નાયબ પોલીસ કમિશ્નર ઝોન-2  મનોહરસિંહ જાડેજા નાઓના સુપરવિઝન હેઠળ  શહેરના તમામ મદદનીશ પોલીસ કમિશ્રરઓ ની સુચના હેઠળ  શહેર પોલીસ ના તમામ રેન્કના અધિકારી/કર્મચારીઓ દ્રારા ખંત પુર્વક કામગીરી કરવામાં આવેલી છે.

ભવિષ્યમાં પણ  શહેર પોલીસ હર હંમેશ માટે પ્રોહીબીશન અને જુગાર ની પ્રવૃતિ નેસ્ત નાબુદ કરવા અને અસકારક કામગીરી કરી કડક અમલવારી કરાવવા તેમજ ગુન્હાહીત પ્રવૃતિ આચરનાર ઇસમો વિરૂધ્ધ અસરકારક અટકાયતી પગલા લઇ પ્રજાની જાન માલનું રક્ષણ કરવા કટીબધ્ધ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.