Abtak Media Google News

ફુલેકામાં વરરાજા બંદુક સાથે વીડિયોશુટ અને દારુના નશામાં ઝુમતા આઠ શખ્સોના વીડિયો વાયરલ થતા પોલીસે દસની ઘરપકડ કરી સહકારનગરમાં લઇ જઇ સરભરા કરી

ત્રણ ફોજદાર સહિત ચાર પોલીસ કર્મચારી સામે માર માર્યાના આક્ષેપ કરનારના ભાઇના ફુલેકાના વીડિયો વાયરલ થતા વધુ એક વખત પોલીસને નીચે જોવા જેવું થયું

શહેરના સહકારનગરમાં રહેતા અને ગુજસીટોકના ગુનામાં છોટા ઉદેપુર જેલમાં રહેલા નામચીન શખ્સના ભાઇના લગ્ન પસંગે નીકળેલા ફુલેકામાં દારુનો નશો કરી ડાન્સ કર્યાનો અને વરરાજાએ બંદુક સાથેના ફોટા વાયરલ કરી રાજકોટમાં દારુબંધી ન હોય તેવો પોલીસને પડકાર ફેકવામાં આવતા પોલીસે આઠ શખ્સો સામે દારુનો નશો કરવાનો અને વરરાજા અને પરવાનાવાળુ હથિયાર ધરાવતા શખ્સ સામે અલગથી ગુનો નોંધી દસની ધરપકડ કરી છે. દસેય શખ્સોને પોલીસે સહકારનગરમાં લઇ જઇ તમામને હાથમાં પાણીની બોટલ પકડાવી  સમગ્ર ઘટનાનું રિક્ધટ્રકશન કરાવી આકરી પૂછપરછ કરી છે.

સહકારનગર શેરી નંબર 4માં રહેતા નામચીન બુટલેર રાયધન બોરીચાના અવસાન બાદ ગુનાખોરીના રવાડે ચડેલા અજય રાયધન કુંભારવાડીયા સામે દારુના અનેક ગુના ઉપરાંત ગોંડલના કુખ્યાત ગણાતા નિખીલ દોંગાની ગેંગ સાથે મળી ગુનાખોરી આચરતા તેની ગુજસીટોક હેઠળ ધરપકડ કરી છોટા ઉદેપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે. અજય રાયધન બોરીચાના ભાઇ વિજય બોરીચાના લગ્નનું ગત તા.17મીએ રાતે ફુલેકુ નીકળ્યું ત્યારે કેટલાક શખ્સોએ દારુનો નશો કરી સરા જાહેર ડાન્સ કર્યાના વીડિયો વાયરલ થતા લગ્ન પસંગમાં દારુની મહેફીલ યોજનાર શખ્સોની શોધખોળ હાથધરી હતી.

ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી અને ભક્તિનગર પોલીસે દામજી મેપા પ્લોટના ધવલ મગન મારુ, જયેશ ઉર્ફે ગટીયો મહેશ  દવે,  રામેશ્ર્વર સોસાયટીના અજય ઉર્ફે જબરો ધનજી રામાણી, અંકુર સોસાયટીના હિરેન ઉર્ફે હેરી અરવિંદ પરમાર, નવલનગરના મયુર ખેંગાર ખીટપ્રતિક ઉર્ફે કાળીયો અરવિંદ પરમાર, ન્યુ વિરાટનગરના ધર્મેશ ઉર્ફે આળસુ ગીરીશ રાજાણી નામના શખ્સોની ધરપકડ કરી છે. આઠેય શખ્સોને સહકારનગરમાં લઇ જઇ પોલીસે સમગ્ર ઘટનાનું રિક્ધટ્રકશન કરાવવા માટે પાણીની બોટલ પકડાવી ડાન્સ કરાવતા તમાસો જોવા માટે ટોળે ટોળા એકઠા થયા હતા.

પોલીસે ઝડપેલા ધવલ મગન મારુ સામે મારામારી અને દારુ અંગેના દસ ગુના નોંધાયા છે.સ અજય ઉર્ફે જબરો ધનજી રામાણી સામે દારુ, મારામારી અને જાહેરનામા ભંગ અંગેના ગુના નોંધાયા છે., જયેશ ઉર્ફે ગટીયો મહેશ દવે સામે દારુનો, હિરેન ઉર્ફે હેરી અરવિંદત પરમાર સામે દારુ, મયુર ખીટી સામે દારુ, પ્રતિક ઉફેઈ કાળીયા સામે રાજકોટ અને સુરતમાં છ જેટલા દારુ અંગેના ગુના અને ધર્મેશ ઉર્ફે આશુડો રાજાણી સામે દારુના ત્રણ ગુના અગાઉ નોંધાયા છે.

અજય રાયધન બોરીચાએ ત્રણ ફોજદાર અને એક એએસઆઇ સામે માર માર્યા અંગેની અગાઉ કોર્ટમાં ફરિયાદ નોંધાવી હતી. તે નિખીલ દોંગાની ગેંગમાં હોવાથી તેની સામે ગુજસીટોક હેઠળ ગુનો નોંધી છોટા ઉદેપુર જેલ હવાલે કરવામાં આવ્યો છે.

અજય બોરીચાને લગ્ન પ્રસંગ નિમિતે ત્રણ દિવસના પેરોલ મંજુર થયા છે.

અજય બોરીચાના ભાઇ વિજય બોરીચાએ પણ ફુલેકા દરમિયાન આશોપાલવ પાર્કમાં રહેતા જીતેન્દ્ર રાઘવ તલાવીયાની બંદુક લઇને મોબાઇલમાં ફોટા પાડી વાયરલ કર્યા હોવાથી ભિક્તિનગર પોલીસે વિજય બોરીચા અને જીતેન્દ્ર તલાવીયા સામે હથિયારધારા પરવાનીની શરતનો ભંગ કર્યા અંગેનો ગુનો નોંધી ધરપકડ કરી છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.