Abtak Media Google News
  • 20 કિલો લસણના ભાવ રેકોર્ડ બ્રેક રૂ. 8641 બોલાયા: ખેડુતો રાજી રાજી

લસણના ભાવમાં આગઝરતી તેજી જોવા મળી રહી છે. માંગના પ્રમાણમાં ઉત્5ાદન ઓછું થવાના કારણે લસણના ભાવ રોજ નવા રેકોર્ડ બનાવી રહ્યું છે. ગોંડલ માકેટીંગ યાર્ડમાં ર0 કિલો લસણના ભાવ રૂ. 8641 બોલાયા હતા. બીજી શબ્દોમાં કહેવામાં આવે તો એક કીલો લસણનો ભાવ રૂ. 432 બોલાયો હતો. રાજકોટ માકેટીંગ યાર્ડમાં પણ લસણના ભાવ ઉંચા રહેવા પામ્યા છે. રસોડામાંથી જાણે લસણની સોડમ ઉડી ગઇ હોય તેવું લાગી રહ્યું છે. લસણના સતત વધતા ભાવથી ગૃહિણીઓ ત્રાહિમામ પોકારી ગઇ છે.

સૌરાષ્ટ્ર ગુજરાતમાં નંબર વન ગણાતા ગોંડલ માર્કેટ યાર્ડના અત્યાર સુધીના ઈતિહાસમાં લસણના રેકોર્ડ બ્રેક ભાવ બોલાયા હોવાના અહેવાલો સામે આવ્યા છે.આ વર્ષે માર્કેટ યાર્ડમાં નવા લસણની આવકો થાય એ પહેલા જ જૂના લસણની આવકોમાં પણ અછત જોવા મળી છે ગોંડલ માર્કેટ યાર્ડ દર વર્ષે લસણથી ઉભરાઈ જતું હોય છે.  યાર્ડમાં લસણની 700 ગુણી આવક થવા પામી છે.તેમ છતા  લસણ ની અછતના કારણે લસણના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.

આ સાથે જ ગોંડલ માર્કેટ યાર્ડમાં લસણની હરાજીમા જૂના લસણના 20 કિલોના ભાવ રૂપિયા 5000/-થી લઈને ઉંચામાં 8,641/-સુધીના બોલાયા હતા.જે ગોંડલ માર્કેટ યાર્ડના ઈતિહાસમાં અત્યાર સુધીના સૌથી વધુ હોવાની વિગતો પણ સામે આવી છે. યાર્ડમાં લસણના ભાવમાં આગ ઝરતી તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે.ત્યારે ખેડૂતોએ અત્યાર સુધીમાં લસણના જોયા હોય તેવા ભાવ મળતા ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ જવા પામી હતી.

રાજકોટ માકેટીંગ યાર્ડમાં ગઇકાલે ર0 કિલો લસણના ભાવ રૂ. 6850 બોલાયા હતા હજી લસણમાં ભાવ વધારો થવાની સંભાવના રહેલી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.