Abtak Media Google News

કુદરતનો પ્રકોપ માનવિય દેન?

૧૯૯૦ બાદ હિમાલય ખુબ ઝડપથી ઓગળી રહ્યો છે: માનવની ખેલલ ખાનાખરાબી પાછળ જવાબદાર

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં હિમશીલા તુટ્યા બાદ પ્રકૃતિનો પ્રકોપ વરસ્યો હતો અને ભારે તારાજીના કારણે અનેક માનવ વસાહતો અને પ્રોજેકટો ખુવાર થયા છે. આ કુદરતનો પ્રકોપ માનવ દ્વારા પ્રકૃતિ સાથે થયેલા અટકચાળાના કારણે વરસ્યો છે. ઋષિ ગંગા નદીમાં અચાનક આવેલા ધસમસતા પ્રવાહ સાથે પુર આવ્યું અને રસ્તામાં જે મળ્યું તેનો નાશ કર્યો હતો. અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. મસ મોટી હિમશીલા પડ્યા બાદ પ્રવાહ ૧૮૦૮ મીટર જેટલો ઉંચો રહ્યો હતો. આ ઉપરાંત જોશીમઢ ખાતે પ્રવાહ ૧૩૮૮ મીટર પહોંચી ગયો હતો.

Advertisement

વર્તમાન સમયે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે. એનટીપીસીના તપોવન હાઈડલ પ્રોજેકટમાંથી લોકોને રેસ્કયુ કરવામાં આવ્યા છે. અનેક પુલ તૂટી પડ્યા છે, મહાકાય પ્રોજેકટ પણ પુર સામે તણખલાની જેમ ખંડીત થયો હતો. આંકડા મુજબ અત્યાર સુધી ૧૭૦ થી વધુ લોકો લાપત્તા છે. સવારે ૧૦:૧૫ થી ૧૦:૩૦ વચ્ચે મોટી હિમશીલા તૂટી પડી હતી. ત્યારબાદ રીષી ગંગા હાઈડ્રો પાવર પ્રોજેકટ સુધી પુરનો પ્રવાહ પહોંચી ગયો હતો. ઉંડા વિસ્તારોમાં પાણી ઝડપથી ભરાયા હતા. અત્યાર સુધીમાં ૨૦ જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.

કુદરત સાથે થયેલા ચેડાના કારણે અત્યાર સુધીમાં અનેક લોકોના મોત નિપજયા છે. કોરોના જેવી મહામારી પણ આ પ્રકારના ચેડાથી જ આવી છે. અવાર-નવાર કુદરતી આપતા અને બિમારી-મહામારીના ભોગ બનતી માણસ જાત આટલા દાખલા બાદ પણ કંઈ શીખી નથી. ઉત્તરાખંડમાં મોટા પ્રમાણમાં ખનનની કામગીરી ચાલુ છે. આ ઉપરાંત વૈશ્ર્વિક તાપમાન સતત વધી રહ્યું છે. હિમાલય સૌથી ઝડપથી ઓગળવા લાગ્યો છે. આવી સ્થિતિમાં ગમે ત્યારે હોનારત થઈ શકે તેવી દહેશત રહે છે.

દરમિયાન એનટીપીસી તપોવન હાઈડલ પ્રોજેકટની ટનલમાં ફસાયેલા લોકોને બચાવી લેવાયા હતા. વિજેન્દ્ર કુમાર નામના ૫૦ વર્ષના કર્મચારી સહિત ૧૧ લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. આ ટનલમાં ફસાયેલા ૧૧ લોકોની જીજીવીષાએ તેમને મોત વચ્ચે જીવતા રાખ્યા હતા. બહાર નીકળ્યા બાદ વ્યક્તિ બલ્લે-બલ્લે ડાન્સ કરતો હોવાનો વિડીયો પણ વાયરલ થયો હતો.

જોશીમઠ હાઇવે ઉપર બીઆરઓનો પૂલ સંપૂર્ણ રીતે નાશ પામ્યો છે. ત્યારબાદ સેનાએ પૂલ બાંધવામાં નિષ્ણાંત પોતાના જવાનોને ત્યાં મોકલ્યા છે. તો તરફ રાહત કાર્યની વાત કરે તો તપોવન ટનલમાં ફસાયેલા ૧૬ લોકોને સેનાએ બચાવા લીધા છે. ત્યાંી આગળ આવેલી એક ટનલમાં અન્ય લોકો ફસાયા હોવાની શક્યતા છે.

નદીની ઉપર આવેલા અને નજીકના ગમોને જોડતા અન્ય બે પૂલો પણ નાશ પામ્યા છે. આઇટીબીટી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે અત્યારે બચાવ અને રાહત કાર્યમાં આઇટીબીટીના ૨૫૦ કરતા પણ વધારે જવાનો લાગેલા છે

ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાના કારણે ભારે તારાજી સર્જાઇ છે. ગ્લેશિયર તૂટવાના કારણે સવારે લગભગ ૧૦:૪૫ કલાકે ઋષિ ગંગા નદીમાં અચાનક ધસમસતા પ્રવાહ સો પૂર આવ્યું ને રસ્તામાં જે કંઇ પણ આવ્યું તેનો નાશ કર્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફરા તફરી પણ સર્જાઇ હતી. પાણીનો પ્રવાહ એટલો પ્રચંડ હતો કે રેણી ગામની નજીક ઋષિ ગંગા નદી નજીક આવેલા પાવર પ્રોજેક્ટનો સંપૂર્ણ નાશ યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.