Abtak Media Google News

શહેર ભાજપ પ્રમુખ કમલેશા મિરાણી, મહામંત્રી દેવાગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડની યાદીમાં જણાવાયું છે કે કેન્દ્રની યોજના મુજબ આગામી લોકસભાની ચૂટણી અંતર્ગત લોકસભા સીટોના કલસ્ટર પ્રમાણે સંમેલનો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત કાલે બપોરે ૧૨ કલાકે સુરેન્દ્રનગર ખાતે રાજકોટ, સુરેન્દ્રનગર અને કચ્છ લોકસભા સીટોનું કલસ્ટર સંમેલન યોજાનાર છે.જેમાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ઓમજી માથુર તેમજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ શકિત કેન્દ્ર કલસ્ટર સંમેલનમાં રાજકોટ મહાનગરમાંથી લોકસભા સીટના પ્રભારી, ઈન્ચાર્જ, સહ ઈન્ચાર્જ, સંસદસભ્યો, ધારાસભ્યો, પ્રમુખ મહામંત્રી શકિતકેન્દ્રના પ્રભારી, ઈન્ચાર્જ સહિત બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.