Abtak Media Google News

મેગા કેમ્પમાં કિંજલ દવેનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાશે: ટોકનમાં દર્શાવેલા સમયે જ લાભાર્થીએ હાજર રહેવું: વિરાણી હાઈસ્કુલમાં પાર્કિંગની વ્યવસ્થા

રાજકોટ મહાપાલિકા દ્વારા આગામી રવિવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ડી.એચ.કોલેજ ખાતે રાજયનો પ્રથમ આયુષ્માન ભારત, માં વાત્સલ્ય અને માં અમૃતમ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેના માટે આજથી ફિકસ ટાઈમીંગવાળા કલરકોડ સાથેના ટોકનનું વોર્ડ ઓફિસથી વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. આવતીકાલે રજાના દિવસે પણ વોર્ડ ઓફિસો ખુલ્લી રહેશે. કેમ્પમાં સુપ્રસિઘ્ધ ગાયિકા કિંજલ દવેના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. લાભાર્થીઓ માટે વિરાણી હાઈસ્કુલ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ઉદયભાઈ કાનગડ તથા આરોગ્ય સમિતિના ચેરમેન જયમીનભાઈ ઠાકરે જણાવ્યું હતું.

Advertisement

તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, માં વાત્સલ્ય કાર્ડ માટે ૧૧,૫૦૦ લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તમામ લોકો એક સાથે ઉમટી પડે અને કેમ્પ સ્થળે કોઈ અવ્યવસ્થા ન સર્જાય તે માટે ફિકસ ટાઈમીંગવાળા કલરકોડ સાથેના ટોકન લાભાર્થીઓને આપવામાં આવી રહ્યા છે.

આજથી તમામ વોર્ડની મુખ્ય વોર્ડ ઓફિસ ખાતે ટોકનનું વિતરણ શ‚ કરી દેવામાં આવ્યું છે. લાભાર્થીઓએ ટોકનમાં દર્શાવાયેલા સમયે ગ્રાઉન્ડ પર હાજર રહેવા અપીલ કરવામાં આવી છે. લાભાર્થીઓ માટે વિરાણી હાઈસ્કુલ ખાતે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત મેગા કેમ્પમાં સવારે ૮:૩૦ થી ૧૦:૦૦ કલાક દરમિયાન ગુજરાતી સુપ્રસિઘ્ધ ગાયિકા કિંજલ દવેના સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

લાભાર્થીઓએ શનિવાર સાંજ સુધીમાં ફોર્મ દીઠ ટોકન લઈ લેવું સ્થળ પર ૧૮૫ કિટો રાખવામાં આવી છે. તેમાં ૧ પરીવારના ૪ સભ્યોનો ફોટો પાડતા ફિંગરપ્રિન્ટ લેતા વધીને ૫ મિનિટ જેવો સમય લાગશે. સાંજના ૬ વાગ્યા સુધીમાં તમામ ૧૧,૫૦૦ પરીવારોના ફોર્મનું રજીસ્ટ્રેશનની કામગીરી આટોપી લેવામાં આવશે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.