Abtak Media Google News

યુકે સાથેની પ્રત્યાપર્ણ સંધીના આધારે જયેશ પટેલનો કબ્જો મેળવવા પ્રયાસ

કલકતાથી ઝડપાયેલા ત્રણ પ્રોફેશનલ ક્લિરને એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે સોપારી જયેશ પટેલે આપી’તી

2018માં વકીલની હત્યા બાદ દુબઇથી લંડન ભાગી ગયેલા જયેશ પટેલને યુકેની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ ઝડપી લીધો

હત્યા, હત્યાની કોશિષ, મની લોન્ડરીંગ, જમીન કૌભાંડ અને ખંડણી પડાવવાના 49 જેટલા ગુનામાં સંડોવાયેલા મોસ્ટ વોન્ટેડ જયેશ પટેલને લંડનથી ઝડપી લેવામાં સફળતા મળી છે. લંડનથી જામનગરના અનેક ગુનામાં વોન્ટેડ જયેશ પટેલને યુકે સાથેની પ્રત્યાપર્ણ સંધીના આધારે ભારતને સોપવામાં આવશે તેવું પોલીસના ઉચ્ચ અધિકારીઓ પ્રયાસ કરી રહ્યા છે. બીજી તરફ કલકતાથી ઝડપાયેલા જયેશ પટેલના ત્રણ સાગરીતની પૂછપરછમાં રૂા.2 કરોડમાં એડવોકેટ કિરીટ જોષીની હત્યા માટે સોપારી આપવામાં આવ્યાનો ઘટ્ટસ્ફોટ થયો છે. 2018માં કિરીટભાઇ જોષીની હત્યા બાદ ફરાર થયેલા જયેશ પટેલ દુબઇ થઇ લંડન પહોચી ગયા અને વોટસએપ કોલીંગથી જ સાગરીતોના સંપર્કમાં રહેતો હોવાથી તેનું પગેરૂ મેળવવું મુશ્કેલ બન્યું હતુ દરમિયાન ખંડણી માટેના એક કોલના આધારે લંડનમાં હોવાની ચોક્કસ માહિતીના આધારે યુકેની લો એન્ફોર્સમેન્ટ એજન્સીએ જયેશ પટેલને ઝડપી લીધો છે.

Advertisement

કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલની આખરે ધરપકડ કરી લેવામાં આવી છે. લંડન ખાતેથી જયેશ પટેલની ધરપકડ કરવામાં આવી છે. જયેશ પટેલની ધરપકડ કરવા માટે અમદાવાદથી ખાસ પોલીસ અધિકારી દીપેન ભદ્રેનને જામનગર મોકલવામાં આવ્યા હતા.

વિદેશમાં ધરપકડ કરવામાં આવી હોવાથી હવે જયેશ પટેલના ભારત લાવવા માટે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. જયેશ પટેલ વિરુદ્ધ જામનગરમાં 49થી વધારે ગુના નોંધાયેલા છે. જયેશ પટેલ લોકોને ધાક-ધમકી આપીને જમીન પડાવી લેતો હતો. આ ઉપરાંત લૂંટ, હત્યા, હત્યાના પ્રયાસ અને ગુજસીટોક હેઠળ પણ જયેશ સામે ગુનો નોંધાયેલો છે. ભારત પોલીસ અને લંડન પોલીસે સંયુક્ત રીતે આ ઑપરેશન પાર પાડ્યું છે, જોકે જયેશની ધરપકડ અંગે ગુજરાત પોલીસ તરફથી કોઈ અધિકારિક જાણકારી આપવામાં આવી નથી

જામનગરના વકીલ કિરીટ જોશીની એપ્રિલ, 2018માં હત્યા કરાવ્યા બાદ દુબઇ ભાગી ગયેલા ગેંગસ્ટર જયસુખ મૂળજીભાઇ રાણપરિયા ઉર્ફે જયેશ પટેલને ઝબ્બે કરવા ભારતે બ્રિટનને તાકીદ કરી હતી. જામનગરમાં મોટા ભાગના જમીન કૌભાંડ જયેશ પટેલના નામે છે. અલગ અલગ કેસમાં 40થી વધુ ફરિયાદ જયેશ પટેલ સામે નોંધાયેલી છે. જયેશ પટેલે જમીનનો કેસ લડી રહેલા વકીલ કિરીટ જોશીની જાહેરમાં ચપ્પાના ઘા મારીને હત્યા કરી હતી. વકીલની હત્યા બાદ જયેશ પટેલ ફરાર થઈ ગયો હતો. અત્યાર સુધીમાં તેના અનેક સાગરિતો જેલ હવાલે થઈ ચૂક્યા હતા. કિરીટ જોશીની હત્યા મામલે અગાઉ 3 સાગરિતોની ધરપકડ થઈ ચુકી છે.

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરુદ્ધ કાયદાનો ગાળિયો વધુ મજબૂત કરવા માટે જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના 14 સાગરીત સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. આ કાયદા હેઠળ ફાંસી તેમજ આજીવન કેદની સજા તેમજ 10 લાખ સુધીના દંડની જોગવાઈ કરવામાં આવી હતી.  જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા અને ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરીની પણ ધરપકડ કરવામાં આવી હતી.

2018માં જયેશ પટેલ સામે ઈન્ટરપોલે રેડ કોર્નર નોટિસ ઈસ્યૂ કરી હતી, સીબીઆઈ મારફત પોલીસ સતત ઈન્ટરપોલના સંપર્કમાં હતી જામનગરમાં વર્ષ 2018માં વકીલ કિરીટ જોશીની થયેલી હત્યા ભૂમાફિયા જયેશ પટેલે કરાવી હોવાનો ખુલાસો થયા બાદ પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી. જો કે, જયેશ પટેલ કિરીટ જોશીની હત્યા પહેલા જ સોપારી આપી વિદેશ ફરાર થઈ ગયો હોવાનો ખુલાસો થયો હતો. વર્ષ 2018માં ફરાર થયેલા જયેશ પટેલને ઝડપવા માટે ઈન્ટરપોલ મારફત રેડ કોર્નર નોટિસ ઈસ્યુ કરવામા આવી હતી. જયેશ સામે રેડ કોર્નર નોટિસ જારી થઈ હોય સીબીઆઈ મારફત જામનગર પોલીસ સતત ઈન્ટરપોલના સંપર્કમાં હતી. જયેશ પટેલ લંડનમાં રહેતો હોવાના પોલીસને પુરાવા હાથ લાગતા ઈન્ટરપોલને વિગત પુરી પાડવામા આવી હતી.ત્યારબાદ જ ઈન્ટરપોલ જયેશ સુધી પહોંચવામા સફળ રહી હોવાનું જાણવા મળ્યું છે. જામનગરથી ફરાર થયા બાદ જયેશ પટેલ તેનું લોકેશન છુપાવવા વોટસએપ કોલનો જ ઉપયોગ કરતો. વિદેશમાં બેસીને પણ જયેશ પટેલે અનેક ગુનાઓને અંજામ આપ્યો હોવાનો ખુલાસો થયો છે. જામનગર પોલીસ સ્ટેશનમાં ભૂમાફિયા જયસુખ ઉર્ફે જયેશ મૂળજીભાઈ રાણપરીયા પટેલ અને તેના ચાર સાગરિતો સામે અનેક ફરિયાદો નોંધાઈ છે. જેના આધારે અમદાવાદ ઇડીના અધિકારીઓએ નવેમ્બર 2016 માં મની લોન્ડરીંગનો ગુનો દાખલ કરી તપાસ કરી હતી.પોલીસની ફરિયાદ મુજબ જયેશ પટેલ જામનગરના એક વ્યક્તિની 135 કરોડ ની બે મિલકતો તેના જ ચાર સાગરીતો ના નામે પાવર ઓફ એટર્નીથી પચાવી પાડી હતી. આ મિલકતનું સેટલમેન્ટ કરવા જયેશ પટેલે ફરિયાદી સાથે સાત કરોડ માં સેટલમેન્ટ કરી તેના સાગરિતો પ્રવીણ પરસોત્તમ ભાઈ ચોવટીયા ,મયુર મગનભાઈ સભાયા ,જમન દેવજીભાઈ મોલિયા અને ચંદ્રકાંત વલ્લભભાઈના બેંક ખાતામાં રકમ ટ્રાન્સફર કરવા જણાવ્યું હતું.ભૂમાફિયા જયેશ પટેલ સામે જામનગરમાં જુદા-જુદા પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે પોલીસની ફરિયાદના આધારે ઈડીએ ચારેય સાગરીતોના બેંકના ખાતાઓની સિઝ કરી દીધા હતા. ઈડીએ જયેશ પટેલ ના ચાર કરોડની કિંમતના ફલેટ અને પ્લોટ ટાંચમાં લીધા હતા.

ક્રુર હત્યાનો ભોગ બનેલ કિરીટ જોશી સામાન્ય દિવસોમાં શનિવારે ઓફિસ આવતા નથી પરંતુ કોઇ અજ્ઞાત અસીલ દ્વારા કેસ સંબંધીત અગત્યની ચર્ચા માટે ફોન કરી ઓફીસ બોલાવવામાં આવ્યા હોવાની જે તે સમયે વિગતો બહાર આવી હતી જો કે ઓફીસ બોલાવ્યા બાદ ફોન કરનાર અસીલ ઓફીસ ન પહોચતા પોલીસ દ્વારા આ અજ્ઞાત અસીલ સામે દ્રઢ શંકાની સોઇ તાકવામાં આવી હતી પરંતુ જે તે સમયે પોલીસ તપાસમાં જે તે અસીલ સુધી તુરંત તપાસ લંબાવાઈ હતી પણ તેની ભૂમિકા સામે આવી ન હતી. ક્રિમીનલ કેસ લડી નામના મેળવી ચૂકેલા વકીલ કિરીટ જોશીએ ટુંકાગાળામાં મોટું નામ બનાવ્યું હતું. વકીલની પ્રસિઘ્ધી અને ક્રિમીનલ કેસમાં માસ્ટરી મેળવી ચુકેલા કિરીટ જોશીએ શહેર ઉપરાંત નામના મેળવી હતી. શહેરના વકીલ વી.એચ. કનારા પાસેથી કાયદાના પાઠ ભણી ચુકેલા અને તેઓના જુનિયર તરીકે કામ કર્યા બાદ પોતાની સ્વતંત્ર વકીલાત શરૂ કરી હતી. ટાઉન હોલ સામેના જ્યોત ટાવરમાં ચોથા માળે વિશાળ ઓફીસ બનાવી કિરીટ જોશીએ એકપછી એક ચકચારી ક્રિમીનલ કેસ લડી નામના મેળવી હતી. છેલ્લા બે વર્ષથી આરોપી જયેશ પટેલની સામે નોંધાયેલ જમીન કૌભાંડનો કેસ પણ જોશી લડયા હતા અને જયેશ પટેલને કાયદાકીય લડત આપી હતી.પોતાની વકીલાતની કારર્કિદી દરમિયાન કિરીટ જોશી શની-રવિવારના દિવસોમાં કામથી અળગા રહે છે. પરંતુ વર્ષ 2018માં 28મી એપ્રિલના શનિવારે કોઇ અસીલે વકીલ જોશીને ફોન કરી સાંજે બોલાવ્યા હતાં. પોતાના ઘરે રહેલ જોશી તુરંત પોતાની ઓફીસ આવ્યા હતાં પરંતુ જે અસીલે ફોન કરી બોલાવ્યા હતા તે અસીલ એક કલાક બાદ પણ ડોકાયા ન હતા પછી ફોન કરી પોતે આવતા નથી તેવું જણાવ્યું હતું આવી વિગતો બહાર આવતા પોલીસે ફોન કરનાર અજ્ઞાત અસીલ સુધી પહોચવા પોલીસ દ્વારા વકીલ કિરીટ જોશીનો મોબાઇલ પોલીસે કબ્જે કોલ ડીટેઇલ કઢાવી આ શંકાસ્પદ શખ્સ સુધી પહોચી પોલીસે તેની પૂછપરછ કરી હતી પરંતુ કોઈ ઠોસ વિગતો સામે આવી ન હતી. પોલીસની જયેશ પટેલવાળી થીયરી જ સાચી હકીકત હોવાનું પુરવાર થયું હતું.

Se 1

લંડનમાં ઝડપાયેલા વિજય માલ્યા જેવું જયેશ પટેલમાં થશે?

બેન્કમાંથી કરોડોની લોન લઇ બેન્કોને શીશામાં ઉતારી ફરાર થયેલા વિજય માલ્યાને લંડનથી ઝડપી લેવામાં સફળતા મળી છે. પરંતુ તેનો હજી સુધી ભારત સરકારને કબ્જો મળ્યો નથી તેમ 49 જેટલા ગંભીર ગુનામાં સંડોવાયેલા જયેશ પટેલને ભારત લાવવામાં સફળતા મળે છે કે કેમ તે અંગે આગામી દિવસોમાં યુકેની કોર્ટમાં કાનૂની જંગના મંડાણ થશે તેવા નિર્દેશ મળી રહ્યા છે. ઇન્ટરપોલની મદદથી વિદેશથી કુખ્યાત આરોપીને દેશમાં લાવવામાં આવે ત્યારે વિદેશની સરકાર અને કોર્ટની કેટલીક શરતો હોય છે. તેઓ જયારે તે પરત કબ્જો માગે ત્યારે તેને પરત કરવાની શરત હોવાથી વિદેશથી લાવવામાં આવેલા આરોપીને સાચવવાની પોલીસને ફરજ પડતી હોય છે.

100 કરોડની જમીનના વિવાદમાં વકીલની હત્યા

જામનગરના વકીલ વિપ્ર યુવાન કિરીટ જોષીની હત્યા કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલે ભાડૂતી મારાઓ મોકલીને 28 એપ્રિલ 2018 ના રોજ કરાવી હતી. વકીલની હત્યાની સોપારી લેનારા આરોપી પણ પશ્ર્ચિમ બંગાળથી ઝડપાઇ ગયા છે. જામનગરના જાણીતા વિપ્ર યુવા વકીલ કિરીટભાઇ જોષી જામનગરના જાણીતા બિલ્ડર વી.પી.મહેતાની જમીનને લગતા કેસ લડતા હતાં અને સુપ્રિમ કળોર્ટ સુધી આ વિવા પહોંચ્યો હતો આ મામલે મનદુ:ખ રાખી કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલે વકીલ કિરીટભાઇ જોષીની હત્યા માટે રાજકોટના બે શખ્સોને સોપારી આપી હતી. આ શખ્સોએ અન્ય એક સાગ્રીતની મદદ લઇ કાવત્રાને પાર પાડ્યું હતું. ગત્ તા.28 એપ્રિલ 2018 ની રાત્રે 8:30 વાગ્યા આસપાસ ટાઉનહોલ સર્કલ વિસ્તારમાં જ્યોત ટાવર કોમ્પલેક્ષમાં કિરીટભાઇ જોષી પોતાની ઓફિસમાં હતાં ત્યારે તેમને ફોન કરી નીચે બોલાવવામાં આવ્યા હતાં. જેવા કિરીટભાઇ કોમ્પલેક્ષની બહાર આવ્યા કે ટાંપીને બેઠેલા ભાડૂતી મારાએ છરીના ઉપરાઉપરી ઘા ઝીંકી દિધા હતાં. વકીલ કિરીટભાઇ જોષી લોહી નિતરતી હાલતમાં ઢળી પડતાં હુમલાખોરો મોટરસાઇકલમાં બેસી ફરાર થઇ ગયા હતાં. આ બનાવ અંગેુ મૃતક કિરીટભાઇ જોષીના ભાઇ અશોકભાઇ જોષીએ જામનગર શહેરના સિટી બી ડિવિઝન પોલીસમાં તા.29 એપ્રિલના રોજ ફરિયાદ નોંધાવી હતી જેમાં મુખ્ય આરોપી તરીકે કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલનું નામ પણ દર્શાવ્યું હતું પરંતુ જયેશ પટેલ બોગસ પાસપોર્ટને આધારે દુબઇ અને ત્યાંથી અન્ય દેશોમાં નાશી ગયો હતો. કિરીટભાઇ જોષીની હત્યા પાછળ ઇવા પાર્કની રૂપિયા એકસો કરોડની જમીનમાં પેશકદમીનો વિવાદ કારણભૂત હોવાનું જાહેર થયું હતું. જામનગરના જાણીતા બિલ્ડર અને લેન્ડ ડેવલોપર્સ વી.પી.મહેતા અને તેમના પરિવારની માલિકીની આશરે રૂપિયા 100 કરોડથી પણ વધુની કિંમતની જમીન જામનગરના રણજીતસાગર રોડ ઉપર આવેલ ઇવાપાર્ક તરીકે ઓળખાય છે. આ જમીનના બોગસ દસ્તાવેજ કુખ્યાત ભૂ-માફિયા જયેશ પટેલે બનાવી લીધા હતાં અને દબાણ પણ કરી લીધું હતું. જયેશ પટેલે આ કિંમતી જમીન અંગે અખબારોમાં જાહેર નોટીસ પણ પ્રસિધ્ધ કરાવી હતી જેથી જમીનના મૂળ માલિકો આ જમીનનું વેચાણ કરી ન શકે. રૂપિયા એકસો કરોડથી વધુની કિંમતની જમીનના માલિકીપણા અંગેનો વિવાદ લાંબો સમય ચાલ્યો હતો અને કાનુની જંગ છેક સુપ્રિમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. આ વિવાદને લીધે જ કિરીટભાઇ જોષીથી જયેશ પટેલ રોષે ભરાયો હતો અને કિરીટભાઇ જોષીએ તેની વિરૂધ્ધ ભજવેલી ભૂમિકાનો ખાર રાખીને તેનું કાસઇ કાઢી નાખવાનું જયેશ પટેલે ષડયંત્ર રચ્યું હતું અને ભાડૂતી મારા મારફત 28 એપ્રિલની રાત્રે વકીલ કિરીટ જોષીની તેમની ઓફિસ નજીક જ સરાજાહેર કરપીણ હત્યા કરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.