Abtak Media Google News

ભારત માટે આજનો મેચ નિર્ણાયક: શ્રેણીમાં કાયમ રહેવા માટે આજનો મેચ જીતવો જરૂરી

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ચોથી  ટી-20 મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનારી છે. ત્યારે આ સિરીઝમાં ઇંગ્લેન્ડ 2-1 થી આગળ છે. હવે, શ્રેણીની બાકી રહેલી 2 મેચોમાંથી ઇંગ્લેંડને એક જ જીતની જરુર છે, જેના થી તે શ્રેણી વિજય હાસંલ કરી શકે છે. જોકે નંબર વન બનવાની આશાઓને ગુમાવી ચુકેલી ટીમ ઇન્ડીયાના માટે હવે હારવુ મતલબ બધુ જ હારવુ થશે. જો કે શરૂઆતની ત્રણ મેચમાં ભારતીય ઓપનિગ બેટ્સમેન કે એલ રાહુલ નિષ્ફળ રહ્યો છે. ત્યારે ભારત આજે ફરી એકવાર કે એલ રાહુલને રમાડી જુગાર ખેલી  ટી-20 શ્રેણી જીવંત રાખી શકશે? ભારત તરફથી ઇશાન કિશન, વિરાટ કોહલી, રિષભ પંત જેવા બેટ્સમેનો પોતાની ધુંઆધાર બેટિંગનો પરચો બતાવી ચૂક્યા છે. પ્રથમ ત્રણેય મેચોમાં લોકેશ રાહુલ નિષ્ફળ ગયો હતો પરંતુ તેનો બેટિંગ રેકોર્ડ જોતાં તેની અવગણના થઈ શકે તેમ નથી. આ સિવાય હાર્દિક પંડયા અને વોશિંગ્ટન સુંદર જેવા બેટ્સમેનો લોઅર ઓર્ડરમાં પણ પોતાની કરતબ બતાવી શકે છે. ભારતીય ટીમનો નિયમિત ઓપનર રોહિત શર્મા અને લોકેશ રાહુલ સાથે જ ભારતીય ટીમ ઉતરે તેવી સંભાવના છે.

પાછલી  ટી-20 ના પરિણામોને જોવામાં આવે તો, ભારત ઇંગ્લેંડ સિરીઝમાં ટોસ એ મહત્વનો રોલ ભજવ્યો છે. એટલે કે જે ટીમ એ ટોસ જીત્યો છે, તેનો મેચમાં વિજય થયો છે. ઇંગ્લેંડ એ પ્રથમ અને ત્રીજી મેચમાં ટોસ જીત્યો હતો અને ઇંગ્લેંડની ટીમ વિજેતા બની હતી. બીજી  ટી-20 મેચમાં ભારતે ટોસ જીત્યો હતો અને ભારતની તે મેચમાં જીત થઇ હતી. જોકે ટોસની હાર જીત એ ટીમના હાથમાં નથી. આમ છતાં પણ હવે ભારતે મેચમાં જીત મેળવવી જરુરી બની ચુકી છે. આ માટે ટોસની હાર જીત ના બદલે દાવ પર લાગેલી શ્રેણી પર હાથ જમાવવા માટે મેચની જીત જરુરી છે.

ત્રીજી  ટી-20 માં હાર મળ્યા બાદ ભારત નંબર વન  ટી-20 ટીમ બનવાની આશા પર પાણી ફરી વળ્યુ છે. આ દરમ્યાન હવે તેમની સામે સિરીઝને જીતવી એ જ એક મકસદ છે. ભારત જો આમ કરે છે તો ઓવર ઓલ સાતમી અને ઘરેલુ મેદાનની ચોથી  ટી-20 સિરીઝ માં જીત મળી શકશે. પરંતુ આ માટેનો રસ્તો પણ ત્યારે જ તૈયાર હશે, જ્યારે ઇંગ્લેંડ સામેની ચોથી  ટી-20 મેચ ભારતના નામે થઇ શકે.

આંતરરાષ્ટ્રીય  ટી-20માં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી રહી છે. આ કારણ પણ છે કે, આ બંને ક્રિકેટના ફોર્મેટમાં ટોચની બે ટીમો છે. જેમાં ઇંગ્લેંડ કે જેણે ભારત સામે રમેલી 17 માંથી 9 મેચમાં જીત મેળવી છે. ઇંગ્લેંડ  ટી-20માં નંબર વન ટીમ છે. તો ભારતે પણ 8 મેચ જીતી છે. ભારત  ટી-20 માં નંબર ટુ નુ સ્થાન ધરાવે છે. એટલે કે હવે ટીમ ઇન્ડીયા પાસે શ્રેણીની ચોથી  ટી-20 મેચ જીતીને બરાબરી કરવાનો મોકો છે. સાથે જ પાંચમી  ટી-20 મેચ દ્રારા શ્રેણી જીતવાનો અને ઇંગ્લેંડને પાછળ મુકવાનો પણ મોકો હશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.