Abtak Media Google News

મેડિકલ ક્ષેત્રે ક્રાંતિ સર્જવા એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ સજ્જ

સમગ્ર સૌરાષ્ટ્ર માંથી 100 થી વધુ વિવિધ મેડિકલ ફ્રેટરનીટીના સર્જન્સ હાજર રહ્યા

આજ અને કાલ બે દિવસ 12 ઓપરેશન થશે લાઈવ : તબીબી વિધાર્થીઓને વિવિધ વિષયોથી કરાશે અવગત, 10 થી વધુ લેકચરનું પણ કરાયું આયોજન

જેમ દેશ સતત વિકસિત થઈ રહ્યું છે તેવી જ રીતે મેડિકલ ક્ષેત્રમાં પણ ઘણા બદલાવો આવી રહ્યા છે અને ક્રાંતિ સર્જાઇ રહી છે. મેડિકલ ક્ષેત્રે જટિલ માનવામાં આવતા રોગોનું ખૂબ સરળતાથી નિરાકરણ હવે શક્ય બન્યું છે ત્યારે વધુને વધુ લોકો આ સેવાનો લાભ લઈએ તે એટલું જ જરૂરી છે માટે મેડિકલ ક્ષેત્રે અનેકવિધ એક્સ્પો નું આયોજન કરવામાં આવતું હોય છે.

આ વાતની ગંભીરતાને ધ્યાને લઈ એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ દ્વારા આજથી બે દિવસ લાઈવ સર્જીકલ વર્કશોપ અને સિમ્પોઝિયમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સૌરાષ્ટ્રના 100 થી વધુ મેડિકલ ફ્રેટરનિટીના સર્જન ઉપસ્થિત રહ્યા છે. જે મેડિકલ ક્ષેત્રે થયેલી ક્રાંતિ અંગે વાર્તા અને ચર્ચા કરશે એટલું જ નહીં કોઈ પણ ઓપરેશન કઈ રીતે સરળ બનાવી શકાય તે દિશામાં પણ તેઓ વાર્તાલાપ કરશે.

માત્ર સર્જનસ જ નહીં પરંતુ તબીબી ક્ષેત્રે અભ્યાસ કરી રહેલા વિદ્યાર્થીઓ માટે પણ આ લાઈવ વર્કશોપ ખૂબ ઉપયોગી નીવડશે. આ વર્કશોપ માટે અનેકવિધ એસોસિએશન પણ ભેગા થયા છે અને સંયુક્ત રીતે આ કામ પાર પાડ્યું છે. એસોસિએશનના સભ્યોએ અબ તક સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ મહિનાની અથાગ મહેનત બાદ જ્યારે વર્કશોપ કરવાનો સમય આવ્યો તે સમયે બીપરજોઈ વાવાઝોડાએ અનેક પ્રશ્નો ઊભા કર્યા હતા.

તું રાજકોટ સૌરાષ્ટ્રના તબીબી આલમ માટે યોગ્ય કામ કરવા માટે એસોસિએશન દ્વારા આ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેને ઘણી સફળતા પણ મળી છે. એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટ દ્વારા જે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે તેમાં રાજ્યના અને ભારતના મેડિકલ સાધનો બનાવનાર અને મેડિકલ ક્ષેત્રે પોતાને યોગદાન આપનાર અનેક કંપનીઓ સહભાગી બની છે અને આયોજનને સફળ બનાવવા માટેનું કામ હાથ ધર્યું છે.

તમામ મેડિકલ સેવાઓ સરળ રીતે રાજકોટમાજ મળે એજ એસોસિએશનનો હેતુ  : ડો. નિકુંજ પટેલ

લાઈવ મેડિકલ વર્કશોપ ના ઓર્ગેનાઈઝિંગ ચેરમેન અને એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટના ડો. નિકુંજ પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ દિનપ્રતિદિન વિકસિત થઈ રહ્યું છે ત્યારે દરેક તબીબી સેવાઓ રાજકોટમાં સરળતાથી મળી રહે તે જ એસોસિએશનનો હેતુ છે. ત્યારે ઘણી તબીબી સેવાઓ રાજકોટમાં જ મળી રહી છે ત્યારે દર્દીઓએ અમદાવાદ કે મુંબઈ સુધી ધકા ન ખાવા પડે તે માટે એસોસિએશન હર હંમેશ પ્રયત્ન કરી રહ્યું છે અને પરિણામ સ્વરૂપે આ બે દિવસ ય લાઈફ સર્જીકલ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. ઉપસ્થિત ડાબી વિદ્યાર્થીઓ કે જે ભવિષ્યના સર્જન છે તેઓ માટે આ વર્કશોપ અત્યંત આશીર્વાદરૂપ અને વર્ષે કારણકે અહીં રાષ્ટ્રીય સ્તરની મેડિકલ ફેકલ્ટી આવી છે જે ઓપરેશન મારફતે યોગ્ય માહિતી પૂરી પાડશે.

મેડિકલ ક્ષેત્રે થતા બદલાવ અંગે તબીબો સાથે વન ટુ વન ચર્ચા કરાશે : ડો. જીનેશ મેવા

એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ ડો. જીગ્નેશ મેવાએ જણાવ્યું હતું કે, આ વર્કશોપ પાછળનો મુખ્ય હેતુ એ જ છે કે મેડિકલ ક્ષેત્રે જે બદલાવો થઈ રહ્યા છે તે અંગે તબીબો વન ટુ વન ચર્ચા કરે અને તબીબી ક્ષેત્રે જે અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને પણ ઘણો ફાયદો પહોંચે. આ આયોજનથી મેડિકલ ક્ષેત્રને ઘણો ફાયદો પહોંચશે એટલું જ નહીં નવીનતમ ઉપકરણો ની સાથે મેડિકલ ક્ષેત્રે થયેલા રિસર્ચ અંગે પણ ચર્ચા કરવામાં આવશે. લાઈવ ઓપરેશન મારફતે વિવિધ સર્જનો અહીં ઉપસ્થિત અન્ય સર્જનો સાથે વાત કરશે અને શું બદલાવ થઈ રહ્યા છે અને કઈ રીતે સર્જરી સરળતાથી કરી શકાય તે દિશામાં વાતચીત પણ કરાશે.

રાષ્ટ્રીય સ્તરના તબીબો હાજર રહ્યા એજ વર્કશોપ અને સીમપોઝિયમની સફળતા : ડો. ડેનિસ આરદેશણા

એસોસિએશન ઓફ સર્જન્સ ઓફ રાજકોટના ડો. ડેનિસ આરદેશણાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમને સફળ બનાવવા માટે એસોસિએશન દ્વારા છેલ્લા ત્રણ મહિનાથી મહેનત કરવામાં આવી રહી છે પરંતુ આ વર્કશોપની સફળતા પાછળનું મુખ્ય કારણ જ એ છે કે આ વર્કશોપ અને સિમ્પોઝિયમમાં જે રાષ્ટ્રીય સ્તરના તબીબો હાજર રહ્યા છે તે સૌથી મોટી સફળતા છે. તરફ તેઓએ જણાવ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્ર માટે મેડિકલ હબ બની રહ્યું છે ત્યારે આ વર્કશોપ થી એક નહીં અનેક ફાયદા ખરા અર્થમાં મેડિકલ ક્ષેત્રે જોવા મળશે. હાલ આ બે દિવસના કાર્યક્રમમાં એપેન્ડિક્સ થી લઈ એનસ સુધીના ઓપરેશનો લાઈવ દેખાડવામાં આવી રહ્યા છે અને આ સર્જરીમાં શું બદલાવ લાવી શકાય તે અંગે પણ ચર્ચા હાથ ધરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.