Abtak Media Google News

વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશનની ભગિની સંસ્થા જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ યુ.કે. દ્વારા થશે ભગીરથ કાર્ય: પ૦ વિઘામાં મંદિર પરિસર બનશે

ઞઊં (યુનાઈટેડ કિંગડમ )માં લંડનથી નજીક બાથ શહેરમાં અંદાજિત ૧૦૦ કરોડના ખર્ચે ભવ્ય જગન્નાથ મંદિરનું નિર્માણ થશે. પાટીદારોની વૈશ્વિક સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદની ભગિની સંસ્થા શ્રી જગન્નાથ ટેમ્પલ ટ્રસ્ટ. યુ કે (સિટી ઓફ બાથ) -જઉંઝ  દ્વારા આ ભગિરથ કામ થઇ રહ્યું છે. લગભગ ૫૦ વિઘાના વિસ્તાર સમગ્ર જગન્નાથ મંદિરનું પરિસર નિર્માણ પામશે.

૧૦૦ કરોડના મંદિર નિર્માણ ભાગરુપે ઓડિસાના જગન્નાથ પુરીમાં ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજીની મૂર્તિનું નિર્માણ સંપન્ન થયું છે. જે મુર્તિઓનું જગન્નાથ મંદિર પુરીમાં પુજન અર્ચન થયું ત્યાર બાદ જગન્નાથ મંદિર અમદાવાદ ખાતે પણ પુજન થયું છે. જ્યારે હાલમાં આ ત્રણેય મુર્તિઓને વિશ્વઉમિયાધામ જાસપુર અમદાવાદ ખાતે પુજા અર્ચન અને દર્શનાર્થે રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર, દેવી સુભદ્રા અને સુદર્શનની મૂર્તિઓ ભારતના અન્ય સંબંધિત જગન્નાથ મંદિરોની યાત્રા પછી યુનાઇટેડ કિંગડમ આવશે, મૂર્તિ શ્રી જગન્નાથ મંદિર (પુરી), શ્રી શ્રી પતિતપાવન જગન્નાથ મંદિર (કકરુદ્રપુર, ઓડિશા), શ્રી જગન્નાથજી મંદિર (અમદાવાદ), શ્રી જગન્નાથ મંદિર (હૌજ ખાસ, નવી દિલ્હી) થઇ યુકે લઇ જવાશે.

ખાસ કરીને બાથ સિટીમાં છેલ્લા ૧૫ વર્ષથી સમર્પિત મંદિર ના હોવા છતાં રથ યાત્રા ની પરમ્પરા જાળવી રખાઈ છે. આ આપણું કેન્દ્રીય સ્થાન હશે જ્યાં અમે ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસો અહીં ના બાથ સિટી યુનાઇટેડ કિંગડમમાં આપણી ભાવિ પેઢી ઓ સુધી પહોંચાડવા નું લક્ષ્ય રાખીએ છીએ.

આ મંદિર ૨૦ એકર જમીન માં પેહલા તબક્કા માં અંદાજિત ૧૨૫ કરોડ ના ખર્ચ સાથે બનાવવા માં આવશે.યુનાઇટેડ કિંગડમના સ્થાનિક વહીવટી તંત્ર અને રાષ્ટ્રીય અધિકારીઓ નું અભૂતપૂર્વ સમર્થન પ્રાપ્ત થયું છે. સભ્યોલ પ્રો. ડો.જે.એમ. પનારા,ચિતન પનારા, વિમલ પનારા, અજિત નંદા, પરશુરામ પત્રી, પ્રદીપ બુટાણી વગેરે છે. આ ઉપરાંત ટ્રસ્ટીઓ તેમજ જગન્નાથ મંદિર અમદાવાદ, વિશ્ર્વ ઉમિયા ફાઉન્ડેશન અમદાવાદ, ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝાના હોદેદારો તથા સભ્યો મહેન્દ્રભાઇ ઝા (મેનેજિંગ ટ્રસ્ટી, શ્રી જગન્નાથ મંદિર – અમદાવાદ), મગનભાઈ જાવીયા (પ્રમુખ,  સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ – અમદાવાદ), મણીભાઇ પટેલ (મમ્મી) (પ્રમુખ, શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા),દિલીપભાઇ પટેલ (નેતાજી) ( મહામંત્રી,  ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા),આર. પી. પટેલ (પ્રમુખ, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.),સી. કે. પટેલ (સ્થાપક ટ્રસ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.), ડી. એન. ગોલ (સ્થાપક ટ્રસ્ટી, વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન – અમદાવાદ.), પ્રહલાદભાઇ પટેલ (કામેશ્વર) (ઉપપ્રમુખ – શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા), ગટોરભાઈ પટેલ (ઉપપ્રમુખ – શ્રી ઉમિયા માતાજી સંસ્થાન – ઉંઝા)

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.