Abtak Media Google News

જામનગર, સાગર સંઘાણી

જામનગર શહેરમાં મહોરમના તહેવારની મુસ્લિમ બિરાદરો દ્વારા ભારે ઉત્સાહ ભર્યા વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી રહી છે, તેમજ રંગબેરંગી રોશની સાથેના સુંદર અને આકર્ષક તાજીયાઓ તૈયાર કરવામાં આવી રહ્યા છે, સાથે સાથે રંગબેરંગી લાઇટિંગના નજારા સાથેના સુંદર આકર્ષક ગેઇટ પણ તૈયાર કરાઈ રહ્યા છે.

ખાસ કરીને જામનગરના બેડેશ્વર વિસ્તાર કે જેના કલાત્મક તાજીયા અને તેનો ભવ્ય નજારો કેજે વિશ્વવિખ્યાત બન્યો છે, તે તાજીયાઓની આ વખતે પણ ભવ્ય તૈયારીઓ ચાલી રહી છે. જે અદભુત અને કલાત્મક તાજીયાનો નજારો તેમજ ભવ્ય અને અતિ કલરફુલ લાઇટિંગ સાથેના ગેઇટનો પણ અલૌકિક નજારો નીહાળીને અનેક લોકો પ્રફુલ્લિત થયા છે.

વધુ વિગત માટે અહી ક્લિક કરો 

જામનગર શહેરમાં ખાસ કરીને બેડી વિસ્તારના વિશ્વવિખ્યાત બનતા તાજીયાઓ અને લાઇટિંગ વડે સુશોભિત કરાતા ગેટ,રોઝા વગેરે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.

ગઈકાલ રાત્રે બેડી વિસ્તારમાં લાઇટિંગ વડે શણગારેલા ગેઇટ સહિતના વિસ્તારોનો અદભુત નજારો જોવા મળ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોહરમ ને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા  હોય ત્યારે મુસ્લિમ બિરાદરો કરબલામાં સહિદ થયેલા શહીદોને યાદ કરી માતમનો તહેવાર મોહરમ ઉજવવા માટે તળામાર તૈયારીઓ કરી રહ્યા છે.

જેના ભાગરૂપે બેડી તેમજ શહેરના વિવિધ વિસ્તારોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ખૂબ ઊંચા લાઇટિંગ વાળા ગેઇટ અને લાઇટિંગથી સમગ્ર વિસ્તારને શણગારવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.