Abtak Media Google News

 દારૂ પીને મારકુટથી કંટાળી પથ્થરના ઘા ઝીંકી મોતને ઘાટ ઉતાર્યાની કબુલાત

થાનના હીટરનગર વિસ્તારમાં આવેલા ખુલ્લા મેદાનમાંથી હેમંતભાઇ નુભાઇ સુરેલાની બુધવારે વહેલી સવારે લાશ મળી આવી હતી. જેમાં લાશનું પોસ્ટમોર્ટમ કરાવતા બનાવ હત્યાનો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવતા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

Advertisement

જેમાં મૃતકના પત્ની કંકુબેનની પોલીસે પુછપરછ કરતા તેનો પતિ હેમંતભાઇ વારંવાર દારૂ પી મારકુટ કરતો હોઇ કંટાળીને હત્યા કરી હોવાની પોલીસ સમક્ષ કબુલાત કરી હતી. આથી થાન પોલીસે કકુબેનની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે. થાન હીટરનગર વિસ્તારમાં આવેલી સિરામીક ફેક્ટરી પાસેથી થાનના જ હેમંતભાઇ નુભાઇ સુરેલાની લાશ મળી આવી હતી.

આ અંગે થાન પોલીસને જાણ તાંથા પોલીસ ટીમ દોડી ગઇ હતી. હેમંતભાઇને માાનાભાગે ઇજા થઇ હોવાનું પ્રામિક તપાસમાં બહાર આવ્યું હતુ઼ પરંતુ બનાવ હત્યાનો છે કે આત્મહત્યાનો તે અંગે ચોક્કસ માહિતી મેળવવા પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી. જેમાં પોસ્ટમોર્ટમનો રિપોર્ટનાઆધારે આ બનાવ હત્યાનો હોવાનું બહાર આવતા પોલીસે હત્યા અંગેનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

જેમાં મૃતકના પરિવારજનો તેમજ આસપાસના રહીશોની પુછપરછ અને નિવેદન પોલીસે લેતા મૃતક અને તેમનાપત્ની વચ્ચે અવારનવાર ઝઘડાના બનાવો બનતાહોવાનું ધ્યાને આવ્યું હતુ. આથી મૃતક હેમંતભાઇનાપત્ની કંકુબેનની પોલીસે પુછપરછ હાથ ધરી હતી. પરંતુ કંકુબેને કાંઇ જ જાણતા ન હોવાનું રટણ કરતા હતા. થાન પોલીસે કંકુબેનની આગવી ઢબે પુછપરછ કરતા અંતે તેઓ ભાંગી પડ્યા હતા. અને તેમણે જ હત્યા કરી હોવાની કબુલાત કરી હતી.

હેમંતભાઇને દારૂ પીવાની ટેવ હોઇ તે બાબતે અવારનવાર બંને વચ્ચે ઝઘડા તા અને હેમંતભાઇ કંકુબેનની મારપીટ કરતા હતા. મંગળવારે રાત્રીના સમયે પણ આ જ બાબતે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો.જેમાં ઉશ્કેરાયેલા કંકુબેને હેમંતભાઇના માાના ભાગે પથ્રના ઘા ઝીંકી દીધા હતા. ત્યારબાદ લાશને ઢસડીને ખુલ્લા મેદાનમાં મુકી આવ્યાની પોલીસ સમક્ષ કબુલાતકરી હતી. આથી થાન પોલીસે કંકુબેનની ધરપકડ કરી વધુ તપાસ હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.