Abtak Media Google News

ચા આપવા ગયેલી પુત્રી જેવડી પરિણીતાની ઢગાએ આબરૂ લૂંટવા કર્યો પ્રયાસ : ત્રણ પત્નીને તલાક આપનાર વિકૃતની પોલીસે શાન ઠેકાણે લાવી

શહેરમાં જામનગર રોડ પર સાંઢીયાપુલ પાસે આવેલા હુડકો કવાર્ટરમાં રહેતા આધેડે તેના પુત્રી જેવડી ઉંમરની પરિણીતાની છેડતી કરી તેના પર નિર્લજ્જ હુમલો કરતા પ્રદ્યુમનનગર પોલીસ મથકે વિકૃત આધેડ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસ સુત્રોના જણાવ્યા મુજબ 30 વર્ષિય પરીણીતાએ ગઈકાલે પ્રદ્યુમનનગર પોલીસ મથકે સલીમ કુરેશી સામે છેડતીની ફરીયાદ આપતા પ્રદ્યુમનનગર પોલીસના પીઆઈ મેહુલ ગોંડલીયાએ માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એ.આર.વરૂ સહીતના સ્ટાફે ગુનો દાખલ કરી આરોપીની તાત્કાલિક ધરપકડ કરી છે. જેમાં ફરીયાદમાં મહિલાએ જણાવ્યું હતું કે,તેમના પતિ દ્વારા આરોપીને પોતાના કલર કામ કરવા માટે આપ્યું હતું. જેમાં આરોપીએ તેની પાસે ચા માગતા તેણી આરોપી સલીમ કુરેશીને ચા આપી હતી. ત્યારે આરોપીએ તેણી સાથે વાતચીતો કરવા લાગ્યો હતો. આ દરમ્યાન સલીમે ફરીયાદીનાં માથા ઉપર હાથ ફેરવ્યો હતો.

મહિલાએ વિરોધ કરતાં સલીમે કસીને ફરીયાદીને બથ ભરી લીધી હતી અને ગાલ ઉપર ચુંબન કરી બીભત્સ માંગણી કરી હતી.શારીરીક અડપલા કરતા સલીમને અટકાવી મહિલાએ દેકારો કરતા સલીમ ત્યાંથી નીકળી ગયો હતો.દરમ્યાન મહિલાએ આ વાત તેમના પતિ અને પરિવારનાં સભ્યોને કરતાં તેઓ પ્રદ્યુમનનગર પોલીસે દોડી ગયા હતા.જેમાં તેને અરજી કર્યા બાદ પોલીસે આરોપી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.