Abtak Media Google News

નાલાને પહોળુ કરવાની કામગીરીને ધ્યાને લઇ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે જાહેરનામું બહાર પ્રસિધ્ધ કરી માર્ગને કરાયો ડાયવર્ડ

રાજકોટ શહેર મહાનગરપાલિકા હસ્તક વોર્ડન:-૮ અને વોર્ડનં:- ૭ ને લાગુ પડતા લક્ષ્મીનગર ખાતેના નાળાને પહોળો કરી નવો અન્ડરપાસ બનાવવાની કામગીરી રેલ્વે વિભાગ દ્વારા શરૂ થનાર છે. જેથી લક્ષ્મીનગર નાળા ખાતેથી પસાર થતા ટ્રાફિકને ડાઇવર્ટ કરવા રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે એક જાહેરનામા દ્વારા પ્રતિબંધાત્મક હુકમો જાહેર કર્યા છે. આ જાહેરનામા મુજબ નાના મવા મેઇન રોડ થી લક્ષ્મીનગર  ટાગોર રોડ તરફ જતો ટ્રાફિક લક્ષ્મીનગર શેરીનં-૧ થી મોદી સ્કુલ થી હેમૂગઢવી હોલના નાળા નીચેથી પસાર થઇ ટાગારે રોડ પર જઇ શકશે તથા લક્ષ્મીનગર શેરીનં-૧ થઇ આનંદબંગલા ચોક થી ગોંડલ રોડ તરફ જઇ શકશે.

Advertisement

3. Wednesday 1 1

જયારે ટાગોર રોડ તરફથી આવતો અને લક્ષ્મીનગર  નાના મવા તરફ જતો ટ્રાફિક હવેથી ટાગોર રોડ-હેમુ ગઢવી હોલ તથા એસ્ટ્રોન ચોકથી જનકલ્યાણ ફાટક થઇ લક્ષ્મીનગર તથા નાનામવા મેઇનરોડ તરફ જઇ શકશે. તેમજ ટાગોર રોડ મક્કમ ચોકથી ઓવરબ્રીજ ઉપરથી આનંદબંગલા ચોક-લક્ષ્મીનગર તરફ જઇ શકાશે. કામકાજના સ્થળે કોન્ટ્રાકટર અને રેલ્વેના વાહનો તથા માલસામાન વહન માટે જરૂરી પરમીશન મેળવવાની રહેશે. આ જાહેરનામું લક્ષ્મીનગર નાળાને પહોળું કરી અન્ડરપાસ બનાવવાની કામગીરી પૂર્ણ ન થાય ત્યાં સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર સામે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે તેમ જાહેરનામમાં જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.