Abtak Media Google News

ગુજરાત રાજયના પેન્શનરો માટે આવતીકાલે તા.૨૩ના શુક્રવારે રોજ એ.વી. પારેખ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, હેમુ ગઢવી હોલ સામે, ટાગોર રોડ રાજકોટ ખાતે બપોરે ૧ વાગ્યાથી પેન્શન અદાલત શરૂ થશે. રાજકોટ ઝોનમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, જામનગર, રાજકોટ, મોરબી, બોટાદ, સુરેન્દ્રનગર અને  ભાવનગર જિલ્લાના પેન્શનરો આ પેન્શન અદાલતમાં ભાગ લઇ શકશે.

Advertisement

આ પેન્શન અદાલતમાં તા. ૧/૧/૨૦૧૬ પહેલા કે પછી નિવૃત્ત થયેલા હોય અને તેમને સાતમા  પગાર પંચ મુજબ પેન્શન થયેલ ન હોય, તા. ૧/૧/૨૦૧૬ પહેલા કે પછીના કામચલાઉ પેન્શન  મેળવતા કર્મચારીઓનું કામચલાઉ પેન્શન સાતમા પગાર પંચ  મુજબ રિવાઇઝ થયેલ ન હોય, નિવૃત્તિ /અવસાનને ૬ માસ જેટલો સમય થઈ ગયેલ હોય અને નિયમિત પેન્શન/કામચલાઉ પેન્શન/કુટુંબ પેન્શન મંજુર થયેલ ન હોય, ૫૦  ટકા પેન્શન અને ૩૦ ટકા કુટુંબ પેન્શન નિવૃત્તિ સમયેની કચેરી દ્વારા મંજુર થયેલ હોય અને જિલ્લા કચેરી પેન્શન ચુકવણા કચેરી દ્વારા ચુકવણું કરેલ ન હોય તેવા પ્રશ્નો પરની રજૂઆત પેન્શનરો કરી શકશે.પેન્શન અદાલતમાં સંબંધિત રજૂઆત કરતાં પેન્શનરોએ જાતે હાજર રહેવાનું રહેશે તેમ નાયબ સચિવ નાણા વિભાગ, ગુજરાત રાજયની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.