Abtak Media Google News

ગુજરાતમાં વિવિધતામાં એકતા જોવા મળે છે.વિદેશોમાંથી લોકો ગુજરાતની મુલાકાતે આવતા હોય છે.ગુજરાતમાં પર્યટક સ્થળો ઘન છે.એમા પણ કચ્છ…કચ્છ માટે તો અભિનેતા અમિતાભ બચ્ચાને પણ કહેલું છે કે “ કચ્છ નહિ દેખા તો કુછ નહિ દેખા “

Know Why 'Kutch Nahin Dekha Toh Kuch Ni Dekha'? | Blog

કચ્છમાં આવેલ પર્યટક સ્થળોમાં ધ્રંગમાં આવેલ દાદા મેકરણ મંદીર, કોટાઈ મંદિર, હાજી પીર દરગાહ, નારાયણ સરોવર, નારાયણ સરોવર વન્ય જીવન અભયારણ, રવેચી માતા મંદિર, કંથકોટ કિલ્લો, કોઠરા જૈન મંદિર, આઈના મહેલ, નનામો ડુંગર, દીન દયાલ પોર્ટ (કંડલા પોર્ટ) અને ખાસ મુલાકાત લેવા જેવું સ્થળ હોય તો તે છે જેસલ તોરલની સમાધિ….

જેસલ તોરલની સમાધિ વિષે એવી લોકવાયકા છે કે જેસલ એક મોટો લુંટારો હતો અને સાંસતિયાજીની પત્ની તોરલ હતી.એવું મનાય છે કે કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો બહારવટીયા, જેસલ જાડેજા… મારધાડ, માણસોને મારવા, લૂંટફાટ કરવી, કુવરીઓની આબરૂ અને જાનને લુંટી લેવી, ખેતરોનો પાક લણી લેવો, ઢોર- ઢાંખરને ઉપાડીને લઈ જવા વગેરે પ્રવૃત્તિઓ માહિર હતો અને એ જ એનું કામ હતું.

જેસલ-તોરલ પ્રગટ-અપ્રગટ કથા... | Shatdal Magazine Rajesh Vyas Miskin Shabda Ne Shur Male 09 March 2021

જયારે તોરલ કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની પત્ની હતી. કાઠિયાવાડમાં સલડી ગામના સાંસતિયાજીની તોરી નામની ઘોડી,તલવાર અને તેની પત્ની તોરલના લોકો ખુબ જ વખાણ કરતાં હતાં.અને જેસલની આદત હતી કે જે વસ્તુ પસંદ આવી જાય એ વસ્તુ મેળવીને જંપે.એ જ સાંસતિયાજીની તોરી નામની ઘોડી,તલવાર અને તેની પત્ની તોરલના લોક વખાણ સંભાળતા તેને મેળવવા તલપાપડ બન્યો.તે આ ત્રણ વસ્તુ મેળવવાનો મોકો શોધવા લાગ્યો.

જાણો જ્યારે જેસલ-તોરલની સમાધિ ભેગી થઈ જશે તો શું થશે જાણો શું છે ઈતિહાસ... - Gujaratreport

 

 

એવામાં સાંસતિયાજીએ ઘરે ભજન ગોઠવ્યા.એ વાતનો ફાયદો ઉઠાવી જેસલ સાંસતિયાજીના ઘરે પહોચ્યો.રાત્રીના સમયે અજાણ્યા માણસનો અવાજ સાંભળી તેમની ઘોડીએ ખીલેથી રાસને તોડી દિધી અને ભગત પાસે જઈને ઉભી રહી. ભગતે પાછી તેને લાવીને ખીલે જડી દિધી તે વખતે ખીલાની સાથે જેસલો હાથ પણ જડાઈ ગયો પરંતુ તેને જરા પણ અવાજ ન કર્યો. સવારે જ્યારે પ્રસાદ વહેચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો. તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો અને ત્યાં જેટલા લોકો હોય તેમને પુરો પડતો હતો ન જરાયે વધતો કે ન ઘટતો. ભગત ચિંતામાં પડી ગયાં. ઘોડીનો અવાજ સાંભળીને તે ઘોડાર પાસે ગયાં અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો.

Screenshot 1 8

સાંસતિયાજીએ જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો. જેસલે તેમની પાસે તેમની ઘોડી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે “ જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હુ તારી માંગણી પુરી કરવા માટે તૈયાર છું.” જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની ઘોડી અને તેમની પત્નીને લઈને ત્યાંથી ચાલ્યો. રસ્તામાં દરિયો પાર કરવાનો હતો. નાવની અંદર બેસતાની સાથે જ ભયંકર વાવાઝોડુ શરૂ થઈ ગયું અને નાવ હાલક-ડોલક થવા લાગી. સતી તોરલે તે વખતે જેસલને તેણે કરેલા પાપ યાદ દેવડાવ્યાં અને આ પાપ યાદ અપાવતું એક ભજન પણ છે

પાપ તારું પરકાશ…
પાપ તારું પરકાશ જાડેજા, ધરમ તારો સંભાર રે
તારી બેડલીને બૂડવા નહિ દઉં, જાડેજા રે
—એમ તોરલ કહે છે જી

Whatsapp Image 2022 12 02 At 5.58.12 Pm

જેસલને તેનું જ્ઞાત થતાં તેણે પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો. તે જ જેસલ તોરલની સમાધિ અંજારમાં આવેલી છે.

એવી લોકવાયકા છે કે દર વર્ષે આ બન્ને સમાધિ ચોખાના દાણા જેટલી નજીક આવે છે.જયારે આ બન્ને સમાધિ સંપૂર્ણ રીતે નજીક આવી જશે ત્યારે પૃથ્વીનો વીનાશ થશે.પૃથ્વી પર પ્રલય આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.