Abtak Media Google News

રાષ્ટ્રીય આંતર રાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્તી કલાકારોએ કૃતિ રજુ કરી

સંકલ્પ એજયુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારકા દ્વારા સાહિત્ય સરિતા તથા પરિવર્તન મુંબઇ અને મુંબઇ ફાઉન્ડેશનના સહયોગથી તાજેતરમાં દ્વારકાની હોટલ વીટસ ખાતે કવયિત્રી સંમેલનનું ભવ્ય આયોજન કરાયું હતુ. આ કવયિત્રી સંમેલનમાં રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ખ્યાતિ પ્રાપ્ત કવયિત્રી મેગી આસનાનીના સંચાલનમાં યુવા કવયિત્રી શબનમ ખોજા તથા સીનીયર કવયિત્રી મીનાક્ષીબેન ચંદારાણા પોતાની રચનાઓ પ્રસ્તુત કરી હતી.

જેમાં જામનગરના પ્રતિષ્ઠિત થીયેટર પીપલ સંસ્થાના અભિનેત્રી રાજલ પુજારા દ્વારા લેખક બ્રીજેશ પંચાલ લીખીત તથા રોહીત હરયાણી, દિગ્દર્શીત એક પાત્રીક અભિયન ત… પાન  રજુ કરાયો હતો. કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે સ્વામી કેશવાનંદજી, દ્વારકા નગરપાલિકા પ્રમુખ જીતુભા મણેક, ઉપપ્રમુખ પરેશ ઝાખરીયા, ડો. વિપુલ ચંદારાણા, ટાટા કંપનીના પ્રતિનિતિ, ઇશ્વભાઇ ઝાખરીયા, પી.આઇ. દેકાવડીયા, મીઠાપુરના પી.આઇ. સી.બી. જાડેજા સહીત સ્થાનીક અગ્રણીઓ તેમજ ગ્રામજનો ઉ૫સ્થિત રહી કાર્યક્રમને માણ્યો હતો. કાર્યક્રમમાં રાજમોતી ઇન્ફા પ્રા.લી. હોટલ શ્રીદર્શન અને હોટલ વીટસને સહકાર સાંપડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.