Abtak Media Google News

સુરતમાં ગુન્હાહિત પ્રવૃતિઓ એટલી વધી છે કે તે ડાયમંડ સીટીની સાથે સાથે જ હવે ક્રાઈમ સીટી તરીકે પણ ઓળખવા લાગ્યું છે ત્યારે વધુ એક ચકચારી હત્યાની ઘટના સામે આવી છે જેમાં શહેરના ચોક બજાર વિસ્તારમાં પતિ પત્નીના ઝઘડાને લઇ આવેશમાં આવી જઈ પતિએ પત્નીને સળગાવી નાખી હતી ત્યારે પોલીસે જલ્લાદ પતિની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત વિગતો અનુસાર આ ઘટના સુરતના કતારગામ વિસ્તારની છે જ્યાં આવેલી ધ્રુવ તારક સોસાયટીમાં રહેતા આ દંપતિમાં પતિની પોર્ન વીડીયો જોવાની આદતને લઈને ઘરમાં અનેક વખત ઝગડાઓ થતા હતા પતિની આ ગંદી આદતને લઈને પત્ની તેને ઠપકો આપતા બાબતે વચ્ચે ઝઘડો થયો હતો. જો કે ઝઘડો થયા બાદ પત્નીએ પતિ સાથે સમાધાન કરી લીધું હતું.

પતિએ પત્ની સાથે બેસીને રાત્રે આઈસ્ક્રીમ અને ભજીયા ની પાર્ટી પણ કરી હતી. ત્યારબાદ આવેલા પતિએ પત્નીને જીતી સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો જેને લઈને તે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની ફરજ પડી હતી ત્યારે ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતુ. ત્યારે આ મામલે ચોક બજાર પોલીસે આ મામલે હત્યાનો ગુનો દાખલ થતા પતિની ધરપકડ કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરતા મહિલાનું નામ કાજલ પટેલ છે અને તે મૂળ મુંબઈની રહેવાસી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.