Abtak Media Google News

ઉતરાયણ અને દિવસે સમગ્ર ગુજરાતમાં લોકોએ મોજથી પતંગ ઉડાડી હતી ત્યારે સુરતમાં પતંગ ચગાવી યુવતી ની છેડતી કરતા બે જૂથ સામે સામે આવ્યા હતા. પતંગ ચગાવવા બાબતે થયેલા પથ્થરમારામાં ચાર વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા હતા. ઉપરાંત અહીં કાર અને બાઈકને નુકસાન પણ પહોંચ્યું હતું.આ ઘટનાને લઈને બંને જૂથની સામ સામે ફરિયાદ નોંધવામાં આવી છે. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

Screenshot 8 7

પ્રાપ્ત વિગતો મુજબ આ ઘટના સુરતના નાનપુરા ના ખલીફા મોહલાની છે જ્યાં બિલ્ડિંગ પર પતંગ ચગાવતી યુવતી ની છેડતી કરવામાં આવી હતી. જાણી જોઈને પતંગ નીચે ફેંકીને યુવતીને હેરાન કરતા હતા ત્યારે આ બાબતે બે જૂથ સામસામે આવી છતાં એકબીજા પર પથ્થર મારો કરવા લાગ્યા હતા. પથ્થર મારામાં ચાર લોકોને સામાન્ય ઇજા થઈ હતી.

Screenshot 6 9

બિલ્ડિંગ પર પતંગ ચગાવવાતા કરવામાં આવતી છેડતી બાબતે બે જૂથો વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જાણી જોઇને પતંગ નીચે ફેંકી હેરાન કરતા હતા. આ બાબતે પણ સામાન્ય બોલાચાલી થઈ હતી. એટલું જ નહીં રવિવારે સવારે પણ છમકલું સામાન્ય થયું હતું. ત્યારે રવિવારે બપોરે મામલો ઉગ્ર બન્યો હતો અને બન્ને જૂથો આમને-સામને આવી ગયા હતા અને ટોળા એકબીજા પર પથ્થરમારો કરતા હતા. ઘટનાની જાન થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મામલાને કાબુમાં લીધો હતો.

Screenshot 7 7

સામ-સામે જૂથ અથડામણ બાદ ઘટનાસ્થળ ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઘટના અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં બની છે. પોલીસે આ મામલે ફરિયાદ લઇ સામસામે ગુન્હો નોંધી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.