Abtak Media Google News

જામનગર જિલ્લા ના માર્કેટ યાર્ડ માં ખેડૂતો ને જીરુ ના દરરોજ સારા ભાવ મળી રહ્યા છે.આથી ખેડૂતો ખુશ છે. આજે પણ હાપા  માર્કેટ યાર્ડ માં જીરુ ની હરાજીમાં રૂ.10700  નો ભાવ બોલાયો હતો.જે રેકોર્ડબ્રેક છે. જામનગર જિલ્લાના માર્કેટિંગ યાર્ડમાં ચાલી રહેલી જીરૂની હરાજીમાં ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે .

Advertisement

કલ્યાણપુર તાલુકાના આંબરડી  ગામના ખેડૂત ખીમાભાઇ લખમણભાઇ  આજે હાપા (જામનગર ) માર્કેટ યાર્ડ માં જીરૃ નો 24 ગુણી નો જથ્થો લઇ ને આવ્યા હતા. અને હરરાજી તથા એક મણ નો ભાવ રૂ.10700  નો ઉપજ્યો  હતો. જેના એજન્ટ તરીકે કરણ ટ્રેડિંગ  કંપની અને ખરીદનાર તરીકે વિનુભાઇ રહ્યા હતા. આમ જીરૂંના હરાજીમાં સારા ભાવ મળી રહેતા ખેડૂત ખુશ ખુશાલ જોવા મળ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.