Abtak Media Google News

રાજકોટ એસ ટી તંત્ર દ્વારા ગોંડલ રોડ પર એસટી વર્કશોપમાં નવા સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવાની દરખાસ્ત કરવામાં આવી છે. ગોંડલ રોડ ઉપર હાલ જ્યાં એસટી વર્કશોપ છે તેના વિશાળ સંકુલમાં જ રોડ ટચ સેટેલાઇટ બસ સ્ટેશનનો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે.

Advertisement

વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝનના વિભાગીય નિયામક જે.બી.કલોતરાએ જણાવ્યું હતું કે રાજકોટમાં વધતી જતી વસતી અને વિસ્તારને ધ્યાને લઇ શહેરમાં વધુ એક સેટેલાઇટ એસટી બસ સ્ટેશનનું નિર્માણ કરવા રાજકોટ એસટી ડિવિઝન દ્વારા નિગમમાં દરખાસ્ત કરવામાં આવી છે. ગોંડલ રોડ ઉપર એસટી વર્કશોપ સંકુલમાં રોડ ટચ સેટેલાઇટ બસ સ્ટેશન બનાવવા નિગમમાં દરખાસ્ત કરાઇ છે. ટૂંક સમયમાં આ અંગે મંજૂરી મળી જશે  અને આગામી બજેટમાં તેનો સમાવેશ કરાયા બાદ ટેન્ડર પ્રક્રિયા સહિતની કામગીરી હાથ ધરાશે.

100 એક્સ્ટ્રા બસ દોડવાશે જેનો 8000થી વધુ લોકો લેશે : વિભાગીય નિયામક

અબતક સાથેની વાતચીતમાં વાહન વ્યવહાર નિગમ રાજકોટના વિભાગીય નિયામક,જે.બી.કરોતરા જણાવે છે કે,આવતીકાલથી શરૂ થતી લીલી પરિક્રમા નિમિત્તે એસટી વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસો દોડાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે,જેમાં 100 એક્સ્ટ્રા બસ રાજકોટ એસટી વિભાગ લીલી પરિક્રમા નિમિત્તે દોડાવશે જેથી મુસાફરોની સુવિધામાં વધારો થવા જઈ રહ્યો છે તથા આ એક્સ્ટ્રા બસ દોડાવવાનો લાભ 8000થી વધુ લોકો લેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.