Abtak Media Google News

મોટી સંખ્યામાં લોકો મા અમૃતમ કાર્ડ, આધાર કાર્ડના કામ માટે આવ્યા: ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, ઉદય કાનગડ, નરેન્દ્રસિંહ ઠાકુર સહિત અનેક મહાનુભાવોની ઉ૫સ્થિતિ

શહેરના વોર્ડ નં.૩ માં આવેલ ભાટીયા બોડીગ ખાતે ગુજરાત સરકાર અને રાજકોટ મ્યુનિ. કોર્પો. દ્વારા લોકોને પડતી મુશ્કેલીમાં સરળતા પૂર્વક કામ થાય તેવા હેતુથી સેવા સેતુ કેમ્પનું આયોજન થયું હતું. જેમાં ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, સ્ટેન્ડીંગ કમીટીના ઉદય કાનગડ, નગર શિક્ષણ સમીતીના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર તથા અનેક આગેવાનોની ઉ૫સ્થિતિમાં સેવા સેવા સેતુ કેમ્પ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં લત્તાવાસીઓ મા અમૃતમ કાર્ડ, આધાર કાર્ડ પ્રોપર્ટીના પ્રશ્ર્નોના કામ લઇને આવ્યા હતા.

Advertisement

Vlcsnap 2019 10 18 10H25M26S255

સરકારનો આ પ્રયાસ ખુબ સારો: દિલીપભાઇ ગેરા

Vlcsnap 2019 10 18 10H24M26S160

દીલીપભાઇ ગેરાએ ‘અબતક‘ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા ફેમીલી મેમ્બરના આધાર કાર્ડમાં ભુલ હોઇ તો સુધારા માટે આવેલ  છું હું નોકરી કરું છું તો ચાલુ નોકરી એ કોર્પોરેશન ના જઇ શકુ નહિ તો આજે અમારા વિસ્તારમાં સેવા સેતુ કેમ્પ છે. જે અમારા માટે ખુબ સારું છે અહીં હું ફકત ૧ કલાકમાં મારુ કામ પતાવી ને જઇ શકીશ સરકારનો આ પ્રયાસ ખુબ સારો છે.

કોર્પોરેશનના બધા વિભાગો લોકોના આંગણે લાવ્યા: ઉદય કાનગડ

Vlcsnap 2019 10 18 10H24M00S157

ઉદય કાનગડે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે આજના યુગમાં જરુરી એવા ડોકયુમેન્ટ જે માટે લોકોને ઓફીસે ધકકા ખાવા ન પડે તેવો હેતુથી કોર્પોરેશનના બધા વિભાગો અમે લોકોના આંગણે લઇ આવ્યા છે તો લોકો મોટા પ્રમાણમાં લાભ લે જેથી જરુરી કામો એક જ દિવસમાં થઇ જશે.

અરજદારોના કામો ઝડપથી થાય તેવી વ્યવસ્થા કરાય : ગોવિંદભાઇ પટેલ

Vlcsnap 2019 10 18 10H24M11S15

ગોવિંદભાઇ પટેલે અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સરકારમાં ચુંટાયેલા પ્રતિનિધિ તથા કોર્પોરેશની અધિકારી ફરજના ભાગરુપે સેવા સેતુનો કેમ્પ કરવામાં આવ્યો છે. જેમાં મઘ્યમ વર્ગ અને ગરીબ વર્ગના અરજદારોને સરકારી કચેરીમાં ધકકા ન ખાવા પડે તથા કચેરીમાં લાંબી લાઇનો તથા કચેરીનું ભારણ ઘટે, લોકોને સેવા મળે એ માટે અહીં જે અરજદાર આવ્યા છે તેમનું કામ સાંજે પ વાગ્યા પહેલા થઇ જાય એવી વ્યવસ્થા કરી છે.

આ કાર્યક્રમનો ખુબ સારો પ્રતિસાદ પણ મળ્યો: જાગૃતિબેન ઘાડીયા

Vlcsnap 2019 10 18 11H29M19S142 1

જાગૃતિબેન ગાડીયાએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું તે આજે મહાનગરપાલિકા દ્વારા પાંચમાં તબકકાનું સેવાસેતુ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનું ખુબ સરસ આયોજન કરવામાં આવ્યું છે. તે નાનામાં નાની વ્યકિત, વોર્ડ નં.૮ ના રહેવાસીઓનું ઓફીસોમાં ધકકા ખાવા ન પડે તેથી દરેક કાર્ડ અહી કાઢવામાં આવે છે તથા સુધારા કરવામાં આવે છે. લોકોને આ કાર્યક્રમની ખુબ સારી પ્રતિસાદ મળ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.