Abtak Media Google News

અબતકની મુલાકાતમાં જૈનમ્ના પ્રતિનિધિઓએ આયુષ્યમાન કાર્ડની મહત્વતા-કેમ્પની આપી વિગતો

બીમારીની મોંઘી સારવારમાં સાચો સાથી બનીને કામ આવે તેવા આયુષ્યમાન કાર્ડથી કોઈ જરૂરીયાતમંદ પરિવાર વંચિત ન રહેવું જોઈએ: આયુષ્યમાન

ભારત કાર્ડ કઢાવવા માટે જરૂરી દસ્તાવેજો અને વિગતોથી દરેક પરિવાર અવગત થાય તો આયુષ્યમાન ભારત યોજના ખરા અર્થમાં સાકાર ગણાય

મલ્ટીપ્લેશ્યાલીટી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ‘કેસલેસ’ સારવાર માટે ઉત્તમ

આયુષ્યમાન ભારત કાર્ડ કારમી મોંઘવારીના સમયમાં બીમારીઓ સામે લડવા માટે અસરકારક શસ્ત્રનું કામ કરે છે, ત્યારે જૈનમ દ્વારા  આગામી શનિવારે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે શનિવારના કેમ્પમાં 200થી 300 લાભાર્થીઓને લાભ આપવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે જેનો લાભ લેવા જરૂરિયાત મંદોને  જૈનમ દ્વારા અપીલ કરાય છે.

અબતકની મુલાકાતે આવેલા જૈનમ  પ્રતિનિધિઓ સેજલભાઈ કોઠારી,જયેશભાઈ મહેતા, નિલેશભાઈ ભાલાણી, ચિરાગભાઈ દોશી, જીગરભાઈ પારેખ અને જુગલભાઇ દોશી એ જૈનમના શનિવારના આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પ ની વિગતો આપતા જણાવ્યું હતું કે જૈનમ દ્વારા મહાનગર પાલિકા આરોગ્ય શાખા ના સહયોગથી શહેરીજનો માટે 22 શનિવારે સવારે 9:30 વાગે મણિયાર દેરાસર ચૌધરી હાઇસ્કુલ સામે રાજકોટ ખાતે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન કરાયું છે.

જૈનમના આ કાર્યક્રમમાં અધ્યક્ષ સ્થાને મૈયર ડોક્ટર પ્રદીપભાઈ ડવ, સાંસદ મોહનભાઈ કુંડારીયા, રામભાઈ મોકરીયા, શેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, બીનાબેન આચાર્ય ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, ડેપ્યુટી મેયર કંચનબેન સિદ્ધપુરા, પુષ્કરભાઇ પટેલ, કિશોરભાઈ રાઠોડ, નરેન્દ્રસિંહ ઠાકોર, જીતુભાઈ કોઠારી, વિનુભાઈ ધવા, ડોક્ટર રાજેશ્રીબેન ડોડીયા સુરેન્દ્રસિંહ વાળા, દેવાંગભાઈ માંકડ, કોર્પોરેટર નેહલભાઈ શુકલ. જયશ્રીબેન ચાવડા.  વર્ષાબેન પાધી,પ્રતાપભાઈ વોરા આગેવાન રમેશભાઈ દોમડીયા,અનિલભાઈ લીંબડ,રાજુભાઈ મુંધવા, જીતુભાઈ દેસાઈ ચા વાળા દાદાવાડી દેરાસર ના પંકજભાઈ કોઠારી ,અરૂણભાઇ દોશી, કિરીટભાઈ સંઘવી, મણીયાર દેરાસર ના કિરીટભાઈ સંઘવી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે.

આયુષ્યમાન કાર્ડ કઢાવવા માટે ઉમેદવારોએ મામલતદાર કચેરીનું આવકનો દાખલો બારકોડેડ રાશનકાર્ડ આધારકાર્ડની ઝેરોક્ષ તેમજ ઓરીજનલ દસ્તાવેજો સાથે હાજર રહેવું કેમ્પને સફળ બનાવવા જીતુભાઈ કોઠારી, સુજીતભાઈ ઉદાણી, જયેશભાઈ વસા ના માર્ગદર્શન હેઠળ ચિરાગભાઈ દોશી, નિલેશભાઈ કામદાર, નિલેશભાઈ ભાલાણી, જીગરભાઈ પારેખ ,જુગલબાઈ દોશી, અમિશભાઈ દેસાઈ શુકેતુભાઈ ભોડીયા, જહમત ઉઠાવી રહ્યા છે આ કેમ્પની વિશેષ માહિતી માટે ચિરાગભાઈ દોશી 98 244 56 702, નિલેશભાઈ ભાલાણી 98244 29 700 અને જીગરભાઈ પારેખ 98 242 20 006 ઉપર સંપર્ક કરવા જણાવ્યું છે.

આયુષ્યમાન કાર્ડ કેમ્પનું મહત્વ

જૈનમ દ્વારા શનિવારે આયુષ્યમાન ભારત કાર્ડ કેમ્પનું આયોજન સમાજના હિતમાં કરવામાં આવ્યું છે આયુષ્યમાન ભારત કાર્ડ આજે ગંભીર બીમારીની મોંઘી સારવાર માટે દરેક વર્ગ માટે ઉપયોગી છે ત્યારે આજના વ્યસ્ત સમયમાં આયુષ્યમાન ભારત કાર્ડ માટે લોકોને સરળતાથી કાર્ડ મળી રહે તે માટે જૈનમ દ્વારા સમાજ સેવાના ભાવ સાથે કેમ્પનું આયોજન કર્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.