Abtak Media Google News

બાળકીને નાસ્તો લઇ આપવાની લાલચ આપી આધેડે ગુજાયો બળાત્કાર આરોપીની ધરપકડ

સુરેન્દ્રનગર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા ની પરિસ્થિતિ સતત કથળતી જઈ રહી છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ચોરી લૂંટફાટ મારામારી હત્યા અને ફાયરિંગના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે બીજી તરફ સમાજમાં દુષ્કર્મ અને છેડતી ના બનાવો પણ વધુ પડતા બનતા હોવાના પગલે સમાજમાં પણ આ એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે સુરેન્દ્રનગર જિલ્લામાં દુષ્કર્મના તથા છેડતીના બનાવો સતત વધતા જઈ રહ્યા છે ત્યારે આ મામલે સમાજમાં જાણે આ દૂષણ ફેલાયું હોય તેવું સ્પષ્ટ રીતે વર્તાઈ રહ્યું છે અને સમાજમાં પણ આ બાબતનો ચર્ચા નો વિષય બન્યો છે.

Advertisement

ત્યારે આ મામલે સુરેન્દ્રનગર જિલ્લાના મોઢવાણા ગામેં છ વર્ષની બાળકી સાથે આધેડ દ્વારા દુષ્કર્મ આચારવામાં આવ્યું છે બનાવને લઈ અને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામ્યો છે ત્યારે મળતી વિગત અનુસાર 23મી ડિસેમ્બરના રોજ બાળકી શાળાએથી છૂટી અને ઘરે પરત આવી રહી હતી તે દરમિયાન આશરે 55 વર્ષના આધેડ દ્વારા તેને ભાગ આપવાની લાલચ આપી અને દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે ત્યારે આ મામલે પોલીસ ને પણ પરિવારજનો દ્વારા જાણ કરવામાં આવી છે અને આ મામલે તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.

ત્યારે બાળકીના પિતા ડ્રાઇવિંગનો ધંધો કરતા હોય ત્યારે બહાર હોવાના પગલે માતાને આ બાબતની જાણકારી હોય ત્યારે બાળકીની માતાને આ બાબતની જાણ થતા કે તેમની પુત્રી સાથે દુષ્કર્મ થયું છે તે બાબતની વિગતો માતાને મળતા માતા બેહોશ થઈ જવા પામ્યા હતા ત્યારે આ મામલે પિતા ડ્રાઇવિંગ કરી અને 25 ડિસેમ્બરના રોજ સવારે ઘરે પરત આવ્યા તે સમયે પરિવારજનો દ્વારા જે બાળકી સાથે ઘટના બની હતી તેની સમગ્ર વિગતો પિતાને જણાવવામાં આવી હતી અને ત્યારબાદ બાળકીના પિતા દ્વારા આ મામલે પોલીસને જાણ કરવામાં આવી હતી.

અને બાળકીની તબિયત લથડતી જતી હોય ત્યારે સુરેન્દ્રનગર શહેરની ગાંધી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાશેડવામાં આવી છે ત્યારે આ મામલે પોલીસ તંત્ર દ્વારા પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે 55 વર્ષથી આધેડ દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવ્યા હોવાનું સામે આવતા પોલીસ તંત્ર પણ એક્શન મોડ માં આવ્યું છે ગાંધી હોસ્પિટલમાં વિવિધ પ્રકારના બાળકીના તથા આધેડ ના ટેસ્ટિંગ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે આ મામલે છ વર્ષે બાળકી સાથે દુષ્કર્મનો ગુનો દાખલ કરવાની તજવીજ પણ પોલીસ તંત્ર એ હાથ ધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.