Abtak Media Google News
  • વાડીએ સ્નાન કરતી યુવતિના ફોટો પાડી વાયરલ કરવાની ધમકી આપી સગાઇ તોડાવી નાખી: પિડીતાએ આપઘાતનો પ્રયાસ કર્યો‘તો

જસદણના કાછલોલિયા ગામની 20 વર્ષીય યુવતી ઉપર તેના ગામનો નરાધમ છેલ્લા. દોઢ વર્ષથી બ્લેકમેલ કરી અનેક વખત દુષ્કર્મ આચરતો નરાધમ પાપીના સકાંજામાંથી છૂટવા માટે યુવતીએ દોઢ મહિના પહેલા એસિડ પી લેતા આજે જન્મ મરણ વચ્ચે જોલા ખાઈ રહી છે બનાવની વિગત એવી છે કે જસદણ તાલુકાના કાંછલોલિયા. ગામની યુવતી રીંકલ પોતાની વાડીમાં નહાવા બેઠી હતી ત્યારે તેની બાજુની વાડીમાં રહેતો હિંમત રાયધન કટેશીયા નામનો યુવક પાછળ છુપાઈને યુવતીના ફોટા પાડી છેલ્લા દોઢ વર્ષથી બ્લેકમેલ કરી તેમના પર દુષ્કર્મ આદર તો અને તેમના મદદગાર તરીકે જયસુખ ઉર્ફ કાળુ. નામનો વ્યક્તિ ફોટા વાયરલ કર દેવાની ધમકી આપતો હતો

યુવતીને બદનામ કરવાની તેમના મા-બાપને કુટુંબને ફોટા દેખાડવાની આ બંને ધમકી આપતા અને નરાદમ પાપી હિંમત યુવતીને બ્લેકમેલ કરી વારંવાર દુષ્કર્મ આદરતો યુવતીની સગાઈ ઈશ્ર્વરીયા ગામે થઈ હતી ત્યાં હિંમત અને જયસુખ દ્વારા તેમના મંગેતરને વોટ્સએપ દ્વારા ફોટા મોકલી ને બદનામ કરી તેની સગાઈ તોડાવી નાખી હતી આ બંનેના ત્રાસથી યુવતીએ બદનામી થી બચવા માટે આ બંનેને હાથ પગ જોડી વિનંતી કરી તેમ છતાં આ લોકો તેનો પીછો ન છોડતા આખરયુવતી મરવાનું નક્કી કરેલ અને એસિડ પી લીધું. દોઢ મહિના, રાજકોટ હોસ્પિટલમાં સારવાર લીધા બાદ આ ઘટનાની જાણ યુવતીના મા બાપને થતા જસદણ પોલીસનો સહારો લીધો આ બંને નરાદમ વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ધાક.ધમકી. મારી બ્લેકમેલ કરી દુષ્કર્મ ની ફરિયાદ નોંધાય છે

યુવતી આજે આ દુનિયામાં થોડા દિવસની મહેમાન છે કારણ કે તેમના શરીરમાંથી હોજરી ફેલ  થઈ જતા હોજરીને બહાર કાઢી  લેવામાં આવેલ છે તેમના પરિવારનું કહેવું છે કે થોડા દિવસની મહેમાન છે તો અમારી સરકારને વિનંતી છે કે નરાદમ પાપીને કડક અને કડક સજા થાય.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.