Abtak Media Google News

સુરક્ષા સેતુ સોસાયટી અને શાંતામૃત ફાઉન્ડેશનના ઉપક્રમે ‘ભારતીય બંધારણ અને કાયદાઓ’ સેમિનાર

હેમુ ગઢવી હોલમાં ‘સુરક્ષા સેતુ સોસાયટી’ અને ‘શાંતામૃત ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે અને ‘દલિત સેવા સંઘ’ તથા ‘તથાગત ફાઉન્ડેશન’ના યજમાનપદે ભારતીય બંધારણનું ઘડતર, તેની અમલવારી, બંધારણની વિવિધ કલમો, વિવિધ વર્ગોની જોગવાઈઓ, બંધારણની વિશેષતાઓ અને બંધારણ ઉપરના કાયદાઓ સંદર્ભના વિવિધ વિષયોની છણાવટ કરતાં ‘ભારતીય બંધારણ અને કાયદાઓ’ નામે એક યોજવામાં આવ્યો.

આ સેમિનારના અધ્યક્ષ તરીકે રાજકોટના પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત (આઈપીએસ), ઉદ્ઘાટક તરીકે બંછાનિધિ પાની (આઈએએસ) (મ્યુનિસિપલ કમિશનર, રાજકોટ) મુખ્ય મહેમાન તરીકે કુનાલ કસ્ટ્રકશન ઈન્ડિયા પ્રા.લી.ના સૂત્રધાર અને જાણીતા ઉદ્યોગપતિ અરવિંદભાઈ દોમડિયા, મુખ્ય વકતા તરીકે સોશ્યલ જસ્ટીસ વાલજીભાઈ પટેલ, જાણીતા કટાર લેખક અને કર્મશીલ ચંદુ મહેરિયા, હાઈકોર્ટના સિનિયર એડવોકેટ દિગંત જોશી ઉપસ્થિત રહેશે. સ્વાગત બાબુભાઈ ડાભી (સામાજિગ આગેવાન) કરશે અને ભૂમિકા ડો.સુનીલ જાદવ (જાણીતા લેખક-પત્રકાર-કર્મશીલ)એ કર્યું હતું.

આ તકે પોલીસ કમિશનર ગેહલોતે કહ્યું હતું કે, બંધારણથી જ આ દેશ જોડાયેલો છે અને જેથી આપણે સૌ એકબીજાથી જોડાયેલા છીએ અને આજે આપણે બધા ખૂબ સારી રીતે રહીએ છીએ એનું મુખ્ય કારણ આપણું બંધારણ છે. લોકો સુધી માહિતી પહોંચે કે બધા વર્ગો માટે બંધારણમાં કેવા કાયદાઓ અને જોગવાઈઓ કરવામાં આવી છે.

ઉપરાંત દરેકની ફરજોનું પણ ખબર પડે માહિતગાર થાય તે માટે સેમીનાર કરાય છે તેમજ લોકો સરળતાથી બંધારણની જોગવાઈઓ અને કાયદાઓથી માહિતગાર થાય તે માટે એક બુકનું પણ વિમોચન કરવામાં આવી છે. જેમાં ખૂબ સરળ ભાષામાં બધી માહિતી આપવામાં આવી છે અને જેથી લોકોને સરળ રીતે માહિતી મળે અમારા માટે સર્વોપરી આપણું બંધારણ છે કાયદાનું પાલન પૂર્ણ રીતે થાય અત્યારે જેમાં ચુક રહી જાય છે તો અમે આવે સેમીનારના માધ્યમથી લોકો જાગૃત થાય અને દરેક આગેવાનોને શુભેચ્છા પાઠવું છું.

ડો.સુનીલ જાદવ (લેખક અને જાણીતા પત્રકાર)એ જણાવ્યું હતું કે, લોકો પોતાના હિત અને એમના અધિકાર માટે ગમે ત્યારે રસ્તા પર આવી જાય છે. આપણે બંધારણની જોગવાઈઓના સંદર્ભમાં કયારેય ચિંતા કે ચિંતન કર્યું નથી. બાબા સાહેબ આંબેડકરએ એમ કીધું હતું કે ભર્ગવતી મહિલાઓ એમની પગાર સાથે રજાઓ મંજૂર થવી જોઈએ. લોકો મહિલાના કાયદાઓ વિશે માહિતી મેળવે છે. વર્ગના લોકો પોતાના હક અને અધિકાર માટે જાગૃત થાય એના માટે બંધારણનો અભ્યાસ જરૂરી છે. સૌરાષ્ટ્રમાંથી ૩૦૦ જેટલા કર્મશીલો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.