Abtak Media Google News

વડાપ્રધાનની મુલાકાતને ધ્યાને લઇ ગંદકીથી ખદબદતી સિવિલને રાતોરાત ચકચકાટ બનાવવા તંત્ર ઊંધામાથે, કલરકામ, નવી ટાઇલ્સ, રીપેરીંગ અને નવા બેડથી લઈને ગાદલા- ઓછાડ બદલવા સહિતની કસરત

મોતનો મલાજો જાળવવાનું તંત્ર ચૂક્યું છે. કારણકે જે સિવિલમાં ગઈકાલે મૃતદેહનો ઢગલો થયો હતો. પીએમને સારું લગાડવા રાતોરાત તે જ સિવિલનું રીપેરીંગ અને કલરકામ કરવામાં આવી રહ્યું છે. એક તરફ સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે તો બીજી તરફ પીએમ સામે સારી છબી ઉભી કરવાનું પણ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.

Advertisement

મોરબીમાં ઝૂલતો પુલ તૂટતા 134 લોકોના મોત નિપજ્યા હોવાનું સતાવાર જાહેર કરવામાં આવ્યું છે. આ દુર્ઘટનાથી દેશભરમાં હાહાકાર મચી ગયો છે. તેવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે બપોરે મોરબી આવી રહ્યા છે. તેઓ સિવિલ હોસ્પિટલમાં પણ આવવાના હોય તંત્ર પીએમને સારું લગાવવાની કવાયતમાં ઊંધામાથે થઈ ગયું છે.

જે સિવિલ ગંદકીથી ખદબદતી તેને ચકચકાટ બનાવવા તંત્ર કામે લાગી ગયું છે. સિવિલ હોસ્પિટલમાં રાતોરાત સફાઈ, રીપેરીંગ, કલરકામ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. વર્ષોથી જ્યાં ગંદકી હતી ત્યાં ટાઇલ્સ નખાવી, પેવર બ્લોક સહિતની કામગીરી પણ કરાઈ છે.  નવા બિલ્ડિંગમાં જાળી ન હતી ત્યાં જાળી નખવામામાં આવી રહી છે. સફાઈનો અભાવ હતો અને સફાઈ કર્મચારીઓ જે 2થી 3 હોય છે.તેના બદલે 10 જેટલી ફોજને કામે લગાડાઈ છે અને સાફસફાઈ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત નવા બેડ નાખવામાં આવી રહ્યા છે. ગાદલા અને ઓછાળ નાખવામાં આવી રહ્યા છે.  આમ એક તરફ સર્ચ ઓપરેશન, બીજી તરફ પીએમ સામે સારી છબી ઉભી કરવાનું પણ ઓપરેશન ચાલી રહ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.