Abtak Media Google News

મોરબી નજીક હાઇવે પરથી પસાર થતું પેટ્રોલ ભરેલું ટેન્કર સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાતા પલ્ટી ખાઈ ગયું હતું. જોકે હાલ આ હાઇવેનું કામ ચાલુ હોવાને લીધે સામાનને સહારે ટેન્કર લટકી ગયું હતું. બનાવમાં સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

મળતી વિગત મુજબ રાજકોટ મોરબી હાઇવે પર આજે સાંજના સમયે રાજકોટ થી પેટ્રોલ ભરીને આવતું જીજે ૦૩ એટી ૩૪૨૫ નંબરનું ટેન્કર હાઈવેની સાઈડમાં ખાડામાં ઉતરી ગયું હતું ટેન્કર ચાલકે કોઈ કારણોસર સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દેતા ટેન્કર રોડથી નીચે ઉતરી ગયું હતું જોકે હાઈવે નિર્માણ માટેનો સામાન પડ્યો હોય જેની ઓથે ટેન્કર લટકતું રહી ગયું હતું બનાવને પગલે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા પરંતુ ડ્રાઈવર ટ્રકની અંદર જ બેઠો હતો કે કોઈ કારણસર નીચે ન ઊતર્યો હતો જેથી એકત્ર થયેલા લોકોએ તેને સમજાવી નીચે ઉતારવાનો પ્રયત્ન કર્યો હતો

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.