Abtak Media Google News

ચાર નવદંપતીઓએ  પ્રભુતામાં પગલાં માંડ્યાં

સમસ્ત કાઠી દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું.

Advertisement

Screenshot 1 19

આ સમૂહ લગ્નમા કુલ 4 નવદંપતી યુગલોએ  પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. દરેક ક્ધયાઓને સોનાનો દાણો, ચાંદીનો જુડો, ચાંદીના સાંકળા, મંગલ સૂત્ર, બેડરૂમ સેટ, સોફસેટ, ફ્રીજ, ટેલીવિજન, વોસિંગ મશીન સહિત  111 વસ્તુ કરિયાવર  ક્ધયાદાન રૂપે આપવામાં આવી.  દરેક નવદંપતિના સગાસંબંધીઓ તથા ઉપસ્થિત મહેમાનોને જમવાની વ્યવસ્થા સ્થળ પર રાખવામાં આવી.

Screenshot 3 15

આ સમુહ લગ્નમાં અગ્રણી દાતાઓમાં મેરુભાઈ ખાચર, મહાવીરભાઇ વાળા, માંજરિયા વનરાજભાઇ, કોટિલા શિવરાજભાઇ, ખાચર અલ્કેશભાઈ, વાળા પ્રતાપભાઈ, લાખાણી હરેશભાઈ વગેરે દ્વારા નવદંપતિને આર્શીવાદ રૂપે અનુદાન આપવામાં આવ્યુ. આ સમૂહ લગ્નમા કાઠી દરબાર ક્ષત્રિય સમાજનાં પ્રમૂખ માણસુરભાઇ વાળા,  મુળુભાઇ ચાવડા, રાજુભાઈ વાળા, પ્રકાશભાઈ બસિયા, ભરતભાઇ વાળા , ધીરુભાઈ કોટીલા તથા સમસ્ત ટીમ દ્વારા જહેમત ઉઠવામાં આવી હતી.

Screenshot 4 12 111 ચીજવસ્તુ કરિયાવરમાં કન્યાદાનરૂપે આપવામાં આવી છે: માણસુરભાઇ વાળા

કાઠી દરબાર ક્ષત્રિય સમાજ રાજકોટના પ્રમૂખ માણસુરભાઇ વાળાએ અબતક સાથે થયેલી વાતચીતમા જણાવ્યું કે  કાઠી દરબાર ક્ષત્રિય સમાજ દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યુ છે.

ઘરેથી લગ્ન થતા હોય તેવી અનુભૂતિ કરાવે તેવું આયોજન કરવામાં આવ્યું છે. દાતાઓના સહયોગથી 111 વસ્તુ કરિયાવર  ક્ધયાદાન રૂપે આપવામાં આવ્યું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.