Abtak Media Google News

સુરતમાં ગઈકાલે 3.8ની તિવ્રતાનો ધરતીકંપ આવ્યા બાદ આજે કચ્છની ધરા ધ્રુજી

કચ્છમાં સમયાંતરે ભૂકંપના આંચકા અનુભવાતા રહે છે.આ  ક્રમમાં ફરી ભૂકંપથી ધરતીધ્રૂજી હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. આજે પણ કચ્છના દુધઈમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, જેની તિવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7ની આંકવામાં આવી હતી. તો આ પહેલા સુરતમાં ગઈકાલે મોડી રાત્રે 3.8ની તિવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. કચ્છમાં વારંવાર ધરતી ઘૃજવાની ઘટનાઓ બનતી રહે છે.

સુરતમાં ગઈકાલે મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ગઈકાલે રાત્રે લગભગ 1 વાગ્યાની આસપાસ ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપના આંચકાને કારણે શહેરીજનો ઘરની બહાર તરફ દોડી ગયા હતા. લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસથી કચ્છ અને સૌરાષ્ટ્રમાં આંચકા અનુભવાયા હતા. હવે ગઈકાલે સુરતમાં મોડી રાત્રે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપની તિવ્રતા 3.8ની મપાઈ હતી. ભૂકંપનુ કેન્દ્રબિંદુ સુરતથી 27 કીમી દુર નોંધાયુ હતું. સુરતમાં ગઈકાલે આવેલા ભૂકંપના આંચકાને પગલે શહેરીજનો તેમના ઘરની બહાર દોડી ગયા હતા અને લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ભૂકંપને કારણે કોઈ નુકશાનના સમાચાર નથી.

તાજેતરમાં જ 8મી ફેબ્રુઆરીના રોજ કચ્છના ભચાઉમાં ભુકંપથી ધરતી ધ્રૂજી ઉઠી હતી. રાત્રે 9 કલાકને 8 મિનિટે આવેલા ભૂકંપની તીવ્રતા 3.0 આંકવામાં આવી છે. આ ભૂકંપનું કેન્દ્ર બિંદુ ભચાઉથી 24 કિલોમીટર દૂર હોવાના અહેવાલો મળ્યા છે.

તો 19 જાન્યુઆરીએ પણ કચ્છમાં ભચાઉ પાસે ભુકંપનો આચકો અનુભવાયો હતો. સવારે 9 વાગ્યે અને 17 મીનીટે આંચકો અનુભવાયો હતો. ભુકંપની તીવ્રતા 3.0ની મપાઈ હતી. ભુકંપનું કેન્દ્રબિંદુ ભચાઉથી 17 કિલોમીટર દુર જણાવાયુ હતું.

આ અગાઉ ભુજમાં  11મી જાન્યુઆરીએ ભુકંપ આવ્યો હતો. 11મી જાન્યુઆરીએ 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. તે દિવસે 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

11મી જાન્યુઆરીએ સવારે 10.57 વાગ્યે કચ્છના ભચાઉમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતાં. 2.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં જ લોકો ઘરની બહાર દોડી ગયાં હતાં. ભચાઉથી 16 કિ.મી દૂર ભૂકંપનું કેન્દ્ર બિંદુ હોવાનું જાણવા મળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.