Abtak Media Google News

અબતક મુલાકાતમાં સમૂહ લગ્ન સમિતિના આયોજકોએ
“અંતરના ઓરતા” સમૂહ લગ્ન ઉત્સવની આપી વિગતો

રાજકોટ ના ગોંડલના કમઢીયા મામાદેવ મંદિરે 11 દીકરીઓના શાહી સમૂહલગ્ન નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, શાહી લગ્ન સમારોહ સમિતિના આગેવાનો ધવલ ભુવાજી ગેડીયા, મેહુલભાઈ ખાખરીયા, વિશાલભાઈ ખાખરીયા, મયુરભાઈ ગોરસિયા અને રાજભાઈ ધામેલીયા એ સમૂહ લગ્ન ઉત્સવની વિગત આપતા જણાવ્યું હતું કે કમઢીયામામાદેવ મંદિરમાં દરરોજ વર્ષભર અસંખ્ય દિન દુખિયા પોતાની મનોકામના પૂરી કરવા માટે આવે છે ..અને મામાદેવના સાનિધ્યમાં મનોકામના સિદ્ધ કરીને જાય છે, અનેક પરિવાર આર્થિક નબળી સ્થિતિ  ના કારણે સંતાનોઅને ખાસ કરીને દીકરીઓના લગ્ન માટે મૂંઝવણ અનુભવતા દેખાય છે. ત્યારે કમઢીયા મામાદેવ ના સનિધ્યમાં માં ગરીબ જરૂરિયાતમંદ દીકરીઓના સમૂહ લગ્ન થાય તેવા વિચાર બીજ ને લઈને અંતરના ઓરતા બંધન ભવભવના જય મામાદેવ ગ્રુપ કમઢીયા દ્વારા પ્રથમ શાહી સમૂહ લગ્ન સમારોહમાં આયોજન કરવામાં આવ્યું છે,

તારીખ 9 એપ્રિલ રવિવારે કમઢીયા મામાદેવ મંદિર કમઢીયા ધામમાં યોજા નારા સમુહ લગ્નમાં ગરીબ જરૂરિયાતમંદ અને ખાસ કરીને નિરાધાર 11 દીકરીઓને ભવ્યતાથી સાસરે વળાવવામાં આવશે અડધો કિલો ચાંદી અને સોનાના દાગીના સાથે 200થી વધુ જીવન જરૂરી કરિયાવરની ચીજો સાથે દીકરીઓને ભવ્યતાથી વળાવવામાં આવશે દીકરીઓને આશીર્વાદ આપવા માટે ગોંડલના રમેશ આનંદ ગીરીબાપુ, ગરણીના ગરીબદાસ બાપુ,વડવાળી ના સીતારામ બાપુ,નાના વડા ગૌશાળા ના હસુનંદગિરીબાપુ, કમઢીયા ગિરનારી આશ્રમ ના સાધવી સરસ્વતી ગીરી માતાજી અને હનુમાન ખીજડીયા ના સીતારામ બાપુ સહિતના સંતો ખાસ ઉપસ્થિત રહેશે. દીકરીઓને શાસ્ત્રી અનુભાઈ દવે કેશવાળા શાસ્ત્રોકત વિધિથી લગ્ન વિધિ સંપન્ન કરાવશે,

રવિવારે 9 એપ્રિલે બપોરે ત્રણ પીસ કલાકે જાનનું આગમન ચાર વાગે મામાદેવનું પૂજન સારા ચાર વાગે ભવ્ય રાખોત્સવ માં દાંડીયારાસ કલાકાર વિશાલભાઈ વરુ, અશ્વિનભાઈ મેવાડા, જયેશભાઈ ચાવડા અને ધવલભાઈ બારોટ રાસની રમઝટ લેવડાવશે લગ્ન ગીત માટે પૂનમબેન ગોંડલીયા, પુનમબેન ગ્રુપ અને મોટું મહારાજ ખેલૈયાઓ ને રાસ લેવડાવશે , બપોરે 4:00 વાગે વરઘોડો છ વાગે દાતાઓનો સન્માન 6:30 વાગે હસ્તમેળાપ 7:00 વાગ્યે ભોજન સમારંભ બાદ સાડા આઠ વાગે સોના ચાંદીના ઘરેણા અને 200થી વધુ ચીજ વસ્તુઓ સાથે વિદાય આપવામાં આવશે

આ કાર્યક્રમમાં રાજકીય સામાજિક આગેવાનો માં સાંસદ રમેશભાઈ ધડુક, ધારાસભ્ય ગીતાબા જાડેજા, જયેશભાઈ રાદડિયા, રમેશભાઈટીલાળા, ઉદયભાઇ કાનગડ, ગોંડલના ભાજપ અગ્રણી “ગણેશભાઈ” જ્યોતિ આદિત્ય જાડેજા, એમ ડી સાગઠીયા ,અલ્પેશભાઈ ઢોલરીયા, વિઠ્ઠલભાઈ ધડુક ,અશોકભાઈ પીપળીયા, ભાવનાબેન રૈયાણી, જયેશભાઈ બોઘરા ,પ્રવીણભાઈ રૈયાણી, ધર્મેન્દ્રસિંહ જાડેજા, પ્રફુલભાઈ ટોળીયા   ગૌતમભાઈ રતાભાઇ સિંધવ ,રસિકભાઈ મારકણા, ગિરધરભાઈ રૈયાણી ફેનીકુમાર વેકરીયા, લક્ષ્મણભાઈ હિરપરા, પ્રદીપભાઈ ભાખર સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે આ મહોત્સવ નો ધર્મ અને સામાજિક લાભ લેવા શાહી સમૂહ લગ્ન સમિતિ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.