સાચો મિત્ર એટલે દુઃખને આસપાસ ફરકવા પણ ન દે… ‘ઓહો’ પર લોન્ચ થઈ “ચસકેલા” મિત્રોની કઈક આવી જ વેબ સિરીઝ

હાલના સમયે ગુજરાતી ફિલ્મો પણ હિન્દી ફિલ્મોની સમોવડી બની છે. એક પછી એક ધમાકેદાર ફિલ્મ આવી રહી છે. એમાં પણ કોરોના કાળમાં ઘેર બેઠાં વેબ સીરીઝનો ક્રેઝ વધતાં લોકો આ તરફ વધુ આકર્ષિત થયા છે. વેબ સિરીઝ, શોર્ટ મુવી જોવી પ્રેક્ષકોને વધુ પસંદ આવી રહી છે. ત્યારે આ ક્ષેત્રે ધૂમ મચાવવા ગુજરાતી ફિલ્મો અને વેબસિરિઝ માટેનું સર્વ પ્રથમ કહી શકાય એવું “ઓહો” પ્લેટફોર્મ રજૂ થયું છે.

“ઓહો” OTT પ્લેટફોર્મ ગુજરાતમાં મનોરંજન ક્ષેત્રે એક નવા યુગની શરૂઆત કરી છે. થોડા સમય પેલા OHO ઓરિજિનલ વેબ સિરીઝ “વિઠ્ઠલ તીડી”એ લોકોના દિલ જીત્યા હતા. હવે પ્રેક્ષકો “વિઠ્ઠલ તીડી”ની બીજી સીઝનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તે પછી માતા-પુત્રીની કહાની દર્શાવતી ‘કડક-મીઠી’ સિરીઝ આવી. તેને પણ લોકોએ પસંદ કરી. હવે OHOએ મિત્રતા દર્શાવતી વેબ સેરીઝ ‘ચસકેલા’ ગઈ કાલે રિલીઝ કરી હતી.

‘ચસકેલા’ વેબ સેરીઝ તમને તમારા મિત્રોની યાદ અપાવી દેશે. આ વેબ સેરીઝ 6 જીગરજાન દોસ્તોની કહાની છે. તેની પહેલી સીઝનમાં કુલ 7 એપિસોડ છે. ‘ચસકેલા’ની સ્ટાર કાસ્ટની વાત કરીયે તો તેમાં મુખ્ય ભૂમિકામાં દીક્ષા જોશી, શર્વરી જોશી, શિવમ પારેખ, સંજય ગલસર, તતશત મુનશી અને, રોનક કામદાર જોવા મળશે.

પ્રતીક ગાંધી અને દીક્ષા જોશીની હિટ ફિલ્મ ‘ધૂનકી’ અને આરોહી પટેલ અને આરતી પટેલ સાથે ‘કડક મીઠી’ વેબ સિરીઝના ડિરેક્ટર અનીશ શાહ દ્વારા આ સિરીઝ બનાવામાં આવી છે. આ સિરીઝમાં 6 મિત્રોની મીઠી-કડવી વાતોને દર્શાવી છે. જેમાં દરેક મિત્ર પાસે પોતાની સમસ્યા હોય છે, જે બીજા બધા સાથે મળી તેને સુલજાવાની કોશિશ કરે છે. તેમ કરતા કરતા કહાનીમાં નવા ટ્વિસ્ત આવે છે, કૉમેડી સર્જાય છે, જે પ્રેક્ષકોને જકડી રાખે છે.

અહી દરેક પાત્ર જુદા જુદા કુટુંબ અને જુદી જુદી આર્થિક સ્થિતિમાંથી આવે છે. જિંદગી ઘણી મુશ્કેલી અને ઘણા પ્રશ્નોથી ઘેરાયેલી છે. કોઈ પણ વ્યક્તિની જિંદગી સંઘર્ષ વગર શક્ય નથી. પરંતુ દરેક સમસ્યા અને દરેક પ્રશ્નો સામે કેવી રીતે લડાઈ આપી જીતવું એ આ વેબ સિરીઝમા દર્શાવે છે. વિવિધ મુદ્દાઓનો સામનો કરવા માટે ઘણા દૃષ્ટિકોણ હોય છે. કઈ સ્ંસ્યનો સામનો કયા દ્રષ્ટિકોણથી કરવો એ જ મહત્વનુ છે.

ગુજરાતી એપ ‘ઓહો’ના સહ-સ્થાપક અભિષેક જૈને આ વિશે માહિતી આપતા જણાવ્યું કે, ‘આ વેબ સિરીઝમાં બધા પાત્ર ખૂબ નજીકના મિત્રો છે. દરેક મિત્ર એક પોતાની વિચારસરણી, માનસિકતા અને મૂલ્ય પ્રણાલીનું પ્રતિનિધિત્વ કરે છે. કે જે અગાઉ 20ના દાયકાના મધ્યભાગમાં પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે ખરેખર સંઘર્ષ થતો. તેમણે કહ્યું કે આ વેબ સીરિઝ પ્રેક્ષકોને તેમની ભૂતકાળની ઘણી યાદો તાજા કરાવશે. તેમના નજીકના મિત્રો અને કુટુંબીઓ સાથે વિતાવેલા યાદગાર સમયને યાદ કરશે.’