Abtak Media Google News

યુએસ અને ચાઇનામાં ડાયમંડની માંગમાં ઘટાડો થતાં આયાતી રફ ડાયમંડ પર બે માસની રોક મૂકવામાં આવી છે. તારીખ 15 ઓક્ટોબર થી શરૂ થશે. ભારત દસમાંથી નવ કીમતી ડાયમંડ નું કટ અને પોલિસીંગ કરી રહ્યું છે. હાલ આ તમામ ડાયમંડ ડી બિયર, એલરોસા, રીઓ ટિંતો અને ડોમીનીયન  તરફથી આયાત કરવામાં આવે છે. જે સ્થિતિ વૈશ્વિક સ્તર ઉપર જોવા મળી રહી છે તેને ધ્યાને લઈ મુંબઈ અને સુરતના 100 થી વધુ ડાયમંડ ઉત્પાદકો, આયાતકારો અને નિકાસકારોએ નિર્ણય લીધો છે કે આવતા 14 ઓક્ટોબરથી બે માસ માટે વિદેશથી ડાયમંડ ની આયાત પર રોક મુકાશે.

15મી ઓક્ટોબરથી આયાત પ્રતિબંધ લદાશે: 100થી વધુ ડાયમંડ ઉત્પાદકો દ્વારા લેવાયો નિર્ણય

આયાત પર રોક મુકવાની સાથે જ જે મુંબઈને સુરતના હીરાના વેપારી પાસે સ્ટોક પડેલો છે તેમાં પણ ઘટાડો થશે એટલું જ નહીં નાણાકીય સ્થિરતા પણ જોવા મળશે. બે મહિના બાદ એટલે કે 15 મી ડિસેમ્બર બાદ ફરી સ્થિતિનું અવલોકન કરવામાં આવશે અને ત્યારબાદ જ નક્કી કરાશે કે રફ ડાયમંડની આયાત કરવી કે કેમ?. નિર્ણય બાદ નાના અને મધ્યમ વેપારીઓ કે જે હીરા ક્ષેત્રે કાર્ય કરી રહ્યા છે તેને પણ ઘણો ફાયદો મળશે.

હાલ માંગ અને વિતરણ વ્યવસ્થા ઘણા ખરા અંશે ખોળવાય છે જેને અનુરૂપ થવા અને ફરી હિરા ક્ષેત્રે સ્થિરતા લાવવા આ નિર્ણય ખૂબ મહત્વનો છે તેવું હીરાના ઉત્પાદકોનું માનવું છે. જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ દ્વારા યોજાયેલી બેઠકમાં ભારત ડાયમંડ બુર્સ, મુંબઈ ડાયમંડ મર્ચન્ટ એસોસિએશન, સુરત ડાયમંડ બુર્સ સુરત ડાયમંડ એસોસિએશન મિટિંગમાં સહભાગી બન્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.