Abtak Media Google News

જીવદયા ઘરના ૫૦ કાર્યકરોની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પશુઓને ચારો, પક્ષીઓને ચણ,શ્વાનોને દૂધ આપે છે: સેવાના રોજીંદા રૂ.૫૦હજારનાખર્ચમાટેદાતાઓપણઆવ્યાઆગળ

પૂ. નમ્રમૂનિ મહારાજે રૂ.૫લાખઆપીપ્રેરણાપૂરીપાડી

કોવિડ ૧૯ના કપરા કાળમાં જીવદયા ઘર દ્વારા છેલ્લા ૬૨ દિવસથી ૫૦ કાર્યકરોની ટીમ સાથે નિરાધાર પશુ પક્ષીઓ માટે ચણ, ગાયો માટે લીલો ઘાસચારો, ૨૧૦૦થી વધુ શ્વાનો માટે દૂધ વગેરેને વિવિધ વિસ્તારોમા સેવા થઈરહી છે. જરૂરી ડોકટરી સારવાર તથા વેટરનરી ડોકટરો મારફત દવા પણ આપવામા આવી રહી છે.

કોવિડ ૧૯ના કપરા કાળમાં અબોલ પશુ પક્ષીઓ ખોરાક પાણી માટેજીવદયાના આજીવન ભેખધારી સ્વ. જયંતિલાલ લક્ષ્મીચંદભાઈ શાહે સ્થાપેલ, ૫૦ વર્ષથી જીવદયા ક્ષેત્રે કાર્ય કરી રહેલ જીવદયા ઘર દ્વારા વર્તમાન પરિસ્થિતિમાં સરકારે જાહેર કરેલ નિયમોને આધીન તા.૨૪.૩થી ૫૦ કાર્યકરોની ટીમ સાથે નિરાધાર પશુ પક્ષીઓ માટે દૈનિક ચણ, ગાયો માટે લીલો ઘાસચારો ૨૧૦૦થી વધુ શ્ર્વાનો માટે ૨.૫ ફેટનું ૨૦૦૦ લીટર દૂધ અને તેમાં ૨૦૦ કિલો ભાત દુધ અન્ય પક્ષીઓ માટે ૫૦ કિલો ગાંઠીયા, કીડીઓ માટે કીડીયારૂ, ખિસ્કોલીઓ માટે ૨૦૦ કિલો મકાઈના ડોડા, ભૂંડ માટે કોબીચ શહેરના ૧૪૦ જેટલા વિસ્તારોમાં દરરોજ વિતરણ કરે છે.

ડોકટરી સારવાર અને દવા પણ વેટરનરી ડોકટરો મારફત કરવામા આવે છે. જેનો દૈનિક ખર્ચ આશરે રૂા.૫૦૦૦૦ થાય છે. આ કાર્ય માટે સરસ્વતી સ્કુલ ૧ મારૂતીનગરનું ગ્રાઉન્ડ કે જયાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ સાથે જીવનમાં અતિ ઉપયોગી સંસ્કારોનું પણ સિંચનકરવામાં આવે છે. તેઓના ટ્રસ્ટી અપૂર્વભાઈ મણિયાર તરફથી સહર્ષ થયું હતુ અને અનેક નામાંકિત લોકોએ આ સેવા કાર્યને બિરદાવ્યું છે. આ સેવા કાર્યો માટે જેઓ હંમેશાઅબોલ જીવો પ્રત્યે અત્યંત કરૂણા દાખવી રહ્યા છે. એવા રાષ્ટ્રસંત પૂ. નમ્રમુનિ મહારાજ સાહેબ એ રૂા. પાંચ લાખનું દાન આપવાની પ્રેરણા કરી હતી.

આ કાર્ય માટે મુંબઈનાં સુશ્રાવક રાજકમલભાઈ શાહ, ભુપેન્દ્રભાઈ દોશી, અમેરિકાના પ્રદીપભાઈ મહેતા, વસંતભાઈ રાઠી રૂા.૩.૫૦ લાખ પારસભાઈ મહેતા ચિરાગભાઈશાહ, બચુભાઈ મહેતા દુબઈ કુમારભાઈ શેઠ અને કિંજલબેન શેઠ, મુંબઈ મોતીશા લાલબાગ જૈન ચેરિટીઝ અને સંઘના ભરતભાઈ શાહ, રાજીવભાઈ સુશ્રાવિકા અરૂણાબેનનિમેષભાઈકંપાણી, શેર બજારના નામાંકિત અગ્રણી, ધવલચંદજી છગનલાલજી કાનુગી, સમસ્ત મહાજનના સુશ્રાવક ગિરીશભાઈ શાહ, લંડન નિવાસી સુશ્રાવક પ્રકાશભાઈ પારેખ, રાજકોટના જૈન ધર્મ પ્રતાપ સ્મૃતિ ટ્રસ્ટ સુશ્રાવીકા સરલાબેન ભાસ્કરભાઈ કોઠારી હ. જયહિન્દ પરિવારના મોભી પ્રવીણભાઈ શાહ, વકીલ અને માર્ગ દર્શક, રૂપાણી પરિવારના રંજનબેન રૂપાણીહ. અમીનેશભાઈરૂપાણી, મણિયાર પરિવારના દીપાલીબેન મણિયાર અપૂર્વભાઈ મણિયાર, જીતુભાઈ વસા, મંજુલાબેન સંઘાણી, દિલીપભાઈ વસા, હરેશભાઈ શાહ, રાહુલભાઈ મારવાડી જેવા અનેક નામી અનામી દાતાઓની અને અર્હમ ગ્રુપના તુષારભાઈ મહેતા, સેતૂરભાઈ એનિમલ હેલ્પલાઈનના મિત્તલભાઈ ખેતાણી, પ્રતિકભાઈ સંઘાણી, જૈન અગ્રણી પ્રવિણભાઈ શાહ, અમીનેશભાઈ રૂપાણી, એડવોકેટ અનીલભાઈ દેસાઈ એડવોકેટ કમલેશભાઈ શાહ, એડવોકેટ જિજ્ઞેશભાઈ શાહ, હેમલભાઈ કપાસી. આરએમસીના વેટરનરી ડો. ભાવેશભાઈ ઝાકાસાણીયા વગેરે અનેક લોકોનો સહકાર મળ્યો છે.

આ સેવાકાર્યમાં કોરોનામાં પોતાના જીવની પરવા કર્યા વિના અબોલ જીવો માટે ગરમીનાં દિવસોમાં અથાગ મહેનત કરે છે એવા યુવાનો યશભાઈ શાહ, સેજલભાઈ મહેતા, ભમ કનોજીયા, ધ્રુવરાજસિંહ જાડેજા, નિસર્ગ ઠાકર વિગેરેને સંસ્થા અભિનંદન સહ ધન્યવાદ પાઠવ્યા હતા. જીવદયા પ્રેમી કલેકટર રેમ્યા મોહન દ્વારા કોઈપણ અબોલ જીવ ભૂખ્યું ન રહે તે ધ્યાને લઈ કાર્યકરો માટે પાસ આપી તેમજ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને પોલીસ અધિકારીઓ, મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ ડે. મ્યુ. કમિશ્નર નંદાણી તરફથી સહકાર આપ્યો હતો.

સંસ્થા દ્વારા દર વર્ષની જેમ આ વખતે પણ ઉનાળામાં ગૌમાતા માટે પાણી પીવાની કુંડીઓ, પક્ષીઓ માટે ચણ, પાણીના માટીમોટા કુંડા, ચકલીઓ માટે માટીના મોટા માળાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતુ.

ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઈ ભંડેરી, મેયર ડો. બિનાબેન આચાર્ય પૂવ. ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી મંત્રી કિશોરભાઈ ડોડીયા, શિક્ષણ સમિતિના નરેન્દ્રસિંહ ઠાકુર, જૈન અગ્રણી ચંદ્રકાંતભાઈ શેઠ, દીકરાના ઘર ટ્રસ્ટના ટ્રસ્ટી મુકેશભાઈ દોશી, અનુપમભાઈ દોશી તથા રાજેનભાઈ મોદી, ઉપેનભાઈ મોદી વિગેરેએ મુંગા જીવોના સહાય કાર્યને બિરદાવેલુ હતુ. સંસ્થાના રાજેન્દ્રભાઈ શાહ, નિલેષભાઈ શેઠ, પ્રશાંતભાઈ શેઠ,પરેશભાઈ દોશી વિગેરે લોકોએ આકાર્યમાં જહેમત લીધી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.