Abtak Media Google News

વઢવાણના પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશીએ શરૂ કરેલી પરંપરાની આજે પણ જળવાઇ છે

ભાઇ બહેન ના હેતનો પવિત્ર દીવસ એટલે રક્ષાબંધન જેની ઉજવણી ભાઇ ને રાખડી બાંધી ને કરવામા આવે છે, પરંતુ સુરેન્દ્રનગર મા સતત 11 વર્ષથી પુર્વ ધારાસભ્ય મહીલાઓ સાથે સૌથી પહેલાં રાખડી વૃક્ષ ને બાંધે છે. પછી પોતાના લાડકા વીરા ભાઇને વૃક્ષ ને એટલા માટે કે વૃક્ષનુ જીવનમા મોટુ મહત્વ છે જીવન માટે વૃક્ષોનુ હોવુ જરૂરી છે આથી સુરેન્દ્રનગર મા આ રીતે વૃક્ષારોપણ કરવામાં આવે છે. આનાથી અન્ય લોકો ને પણ પ્રેરણા મળે આ વખતે પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ  જોડાયા હતા.

સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગમાં મા અનોખી રક્ષાબંધન ની ઉજવણી કરવામાં આવી હતી 11 વર્ષ પહેલા વઢવાણના પુર્વ ધારાસભ્ય અને હાલ પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશીએ વૃક્ષનુ મહત્વ સમજી આ નવો ચીલો ચાતર્યો હતો જે સતત ચાલુ છે, મહીલાઓ વૃક્ષને રાખડી બાંધી એક વૃક્ષ વાવવાની નેમ સાથે આ દીવસની ઉજવણી કરે છે. મહીલાઓએ વૃક્ષ માટે જાતે રાખડીઓ બનાવી હતી, સાથે એક વૃક્ષ જરૂર વાવો તેવો સંદેશ પણ આપે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.