Abtak Media Google News

માઈનોર કેનાલોમાં પાણી  સતત જવતુ હોય ખેડુતોની કિંમતી જમીન બંજર બનવાની ભીતિ

સુરેન્દ્રનગર જીલ્લામાં નર્મદા કેનાલ નો લાભ સૌથી વધારે મળ્યો છે પરંતુ હવે ગ્રામ્ય વિસ્તારમાં નર્મદાની માઇનોર કેનાલો ખેડુતો માટે આર્શીવાદ ને બદલે અભિષાપ બની રહી છે માઇનોર કેનાલના નબળા કામના લીધે કેનાલમાં પાણી છોડતા કેનાલો ઝંમતી હોઇ આજુબાજુની ખેતી હવે બીન ઉપજાઉ બનતી જતી હોઇ ખેડુતો એ યોગ્ય કાર્યવાહી કરવા કરી માંગ.

સુરેન્દ્રનગર જીલ્લો એ એક ખેતી આધારીત જીલ્લો છે અને  જીલ્લામાં મુખ્યત્વે કપાસ, મગફળી, ઘઉ, જીરૂ, એરંડા જેવા પાકો લેવામાં આવે છે તેમજ ઘણા ખરા ખેડુતો ઓર્ગેનિક ખેતી તરફ વળી અને રોકડીયા પાક પણ લેતા હોઇ છે…સુરેન્દ્રનગર જીલ્લામાં એક સર્વે મુજબ નર્મદા કેનાલનો લાભ સૌથી વધુ મળ્યો છે.

જીલ્લામાં માઇનોર કેનાલો નર્મદા નિગમ દ્રારા વર્ષો પહેલા બનાવવામાં આવી ત્યાર બાદ તંત્ર તેમા પાણી છોડવાનું ભુલી ગયેલ અને આ માઇનોર કેનાલો વાતાવરણ ના લીધે બંજર બની અને ટુર ફુટ થયેલ ત્યાર બાદ તંત્ર દ્રારા કેનાલોમાં પાણી છોડાતા આ કેનાલો ઠેક ઠેકાણે થી ઝંમતા કેનાલની આજુબાજુના ખેતી કરતા ખેડુતોની જમીનમાં કાયમી પામી જંમતા કોઇપણ પાક લઈ શકાયો નહિ તેમજ ધીમી ગતિએ ખેડુતોની કિમતી જમીન બંજર બનવા લાગી છે.

અને જમીન બીન ઉપજાઉ બનતી જતી હોઇ જેથી ખેડુતો માટે નર્મદા કેનાલ આર્શીવાદ ને બદલે અભિષાપ બનવા લાગી છે…હાલ સુરેન્દ્રનગર જીલ્લાના ખેડુતો માઇનોર કેનાલોના નબળા કોમો થયા હોવાના આક્ષેપો કરી રહ્યા છે અને કેનાલો તાત્કાલિક સમારકામ કરવા માંગ કરી રહ્યા છે જો કેનાલો સમારકામ કરવામાં નહિ આવે તો ખેડુતોની કિમતી જમીન ધીમે ધીમે બીન ઉપજાઉ બની જશે તેવી ભીતી સેવી રહ્યા છે અને તાત્કાલિક કેનાલો રીપેર કરવા માંગ કરી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.